અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે.એક ફેડરલ જજે વોઇસ ઓફ અમેરિકા બંધ કરવાના ટ્રમ્પ વહીવટીતંત્રના નિર્ણયને રોકી દીધો. વોઇસ ઓફ અમેરિકા એ કોંગ્રેસ દ્વારા સ્થાપિત ૮૩ વર્ષ જૂની આંતરરાષ્ટ્રીય સમાચાર સેવા છે.
યુએસ ડિસ્ટ્રીક્ટ જજ રોયસ લેમ્બર્થે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રે ગેરકાયદેસર રીતે વોઇસ ઓફ અમેરિકાને કામગીરી બંધ કરવા દબાણ કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ર્ફંછ ની સ્થાપના પછી આ પહેલી વાર બન્યું છે.વીઓએ કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરોના વકીલોએ એક ન્યાયાધીશને વિનંતી કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભંડોળ કાપે તે પહેલાં યથાસ્થિતિ પુનઃસ્થાપિત કરવામાં આવે જેથી તેનું પ્રસારણ ફરી શરૂ થઈ શકે. ન્યાયાધીશ લેમ્બર્થ વકીલોની આ માંગ સાથે સંમત થયા. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને વીઓએ અને યુએસ એજન્સી ફોર ગ્લોબલ મીડિયા દ્વારા સંચાલિત બે સ્વતંત્ર પ્રસારણ નેટવર્ક – રેડિયો ફ્રી એશિયા અને મિડલ ઇસ્ટ બ્રોડકાસ્ટિગ નેટવર્ક – ને મુકદ્દમાનો ઉકેલ ન આવે ત્યાં સુધી પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો. જાકે, ન્યાયાધીશે બે અન્ય સ્વતંત્ર નેટવર્ક – રેડિયો ફ્રી યુરોપ/રેડિયો લિબર્ટી અને ઓપન ટેકનોલોજી ફંડની સમાન અપીલોને ફગાવી દીધી.
વોઇસ ઓફ અમેરિકા બંધ કરવા અંગે ૨૬ માર્ચે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. વાદીઓના વકીલોએ કહ્યું હતું કે લગભગ ૧,૩૦૦ વીઓએ કર્મચારીઓને વહીવટી રજા પર મૂકવામાં આવ્યા છે, જ્યારે ૫૦૦ કોન્ટ્રાક્ટરોને કહેવામાં આવ્યું હતું કે તેમના કોન્ટ્રાક્ટ માર્ચના અંતમાં સમાપ્ત થઈ જશે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૧૪ માર્ચે એક કાર્યકારી આદેશ જારી કર્યો. ત્યારબાદ તરત જ વોઇસ ઓફ અમેરિકા બંધ થઈ ગયું. આ ઉપરાંત, એજન્સી ફોર ગ્લોબલ મીડિયા અને છ અન્ય સરકારી સંસ્થાઓને આપવામાં આવતા ભંડોળમાં કાપ મૂકવામાં આવ્યો હતો. ટ્રમ્પના એક્જિક્યુટિવ ઓર્ડરથી એસોસિએટેડ પ્રેસ સહિતની સમાચાર એજન્સીઓ સાથે ર્ફંછ ના કરારો પણ સમાપ્ત થઈ ગયા.
તમને જણાવી દઈએ કે વોઈસ ઓફ અમેરિકા બીજા વિશ્વયુદ્ધથી એવા સરમુખત્યારશાહી દેશોમાં સમાચાર પ્રસારિત કરી રહ્યું છે જ્યાં સ્વતંત્ર પ્રેસ નથી. તે નાઝી પ્રચારનો જવાબ આપવા માટે શરૂ કરવામાં આવ્યું હતું. શીત યુદ્ધ દરમિયાન સામ્યવાદના ફેલાવાને રોકવા માટે યુએસ સરકારના પ્રયાસોમાં વીઓએએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન સાથીઓએ ર્ફંછ પર “ડાબેરી પક્ષપાત” હોવાનો આરોપ લગાવ્યો છે. તે તેના પ્રેક્ષકોને અમેરિકા તરફી મૂલ્યો બતાવતું નથી. તે જ સમયે, વાદીના વકીલો કહે છે કે ર્ફંછ સત્ય, નિષ્પક્ષ અને ઉદ્દેશ્યપૂર્ણ રીતે સમાચાર પ્રસારિત કરે છે. દુનિયાભરના એવા લોકો માટે આ પુસ્તક વાંચવું જ જાઈએ જેમની પાસે સ્વતંત્ર સમાચારનો બીજા કોઈ સ્ત્રોત નથી.