યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે અલગ રીતે વર્તન કર્યું છે. ટ્રમ્પે પોતાની પ્રશંસા કરતા શરીફને ઉભા થવાનો આદેશ આપ્યો. આ ઘટના બોર્ડ ઓફ પીસની પહેલી બેઠક દરમિયાન બની હતી, જ્યાં ટ્રમ્પ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી તણાવ ઓછો કરવાનો શ્રેય લેતા દેખાયા હતા. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરી હતી અને જા લડાઈ બંધ ન થાય તો ટેરિફ લાદવાની ધમકી આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “પાકિસ્તાન અને ભારત, આ એક મોટો મુદ્દો હતો. મને લાગે છે કે તમારે (શરીફ) ઉભા થવું જાઈએ. ચાલો, કૃપા કરીને ઉભા થાઓ. પાકિસ્તાન અને ભારત, તમારો ખૂબ ખૂબ આભાર.” ત્યારબાદ યુએસ રાષ્ટÙપતિએ પુનરોચ્ચાર કર્યો કે શરીફે દાવો કર્યો હતો કે ટ્રમ્પે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવીને ૨૫ મિલિયન લોકોના જીવ બચાવ્યા છે.
ટ્રમ્પે કહ્યું કે તેમણે શાંતિ કરાર સુધી પહોંચવા માટે ટેરિફ નીતિનો ઉપયોગ દબાણ તરીકે કર્યો. તેમણે કહ્યું, “મેં બંનેને ફોન કર્યો. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ સારી રીતે ઓળખું છું. મેં તેમને કહ્યું, ‘જા તમે આ મુદ્દો ઉકેલશો નહીં, તો હું તમારી બંને સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કરીશ નહીં,’ અને પછી અચાનક અમે એક કરાર પર પહોંચી ગયા.”
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બોર્ડ ઓફ પીસ બેઠકમાં ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં યુદ્ધવિરામ માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો. શરીફે કહ્યું કે ઓપરેશન સિંદૂર સમયે પરિસ્થિતિ અત્યંત સંવેદનશીલ બની ગઈ હતી, અને બંને પક્ષો વચ્ચે તણાવ ઝડપથી વધી રહ્યો હતો.
દરમિયાન, એ પણ નોંધવું જાઈએ કે ગયા મે મહિનામાં થયેલી લશ્કરી અથડામણમાં ત્રીજા પક્ષની મધ્યસ્થીનાં તમામ દાવાઓને ભારતે સતત નકારી કાઢ્યા છે. ભારતનું કહેવું છે કે પાકિસ્તાન સાથે દુશ્મનાવટ બંધ કરવાનો કરાર બંને સેનાઓના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સીધી વાતચીત પછી થયો હતો. ભારતે ૭ મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ કાર્યવાહી આતંકવાદી માળખાને નિશાન બનાવીને કરવામાં આવી હતી. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.