અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૨૫ ટકા ટેરિફ લગાડવાની જાહેરાત કરી છે.આ નિર્ણયથી ભારતના ઝીંગા ઉદ્યોગને મોટો ફટકો પડવાની ભીતિ છે. હાલમાં આ ટેરિફનો અમલ પાછળ ઠેલાયો છે. જા કે તે લાગુ થાય તો ઝીંગા ઉદ્યોગને ગંભીર અસર થઇ શકે છે. જેનાં કારણે માછીમારીના વ્યવસાયને મોટો ફટકો પડી શકે છે.
ઝીંગા એક્સપોર્ટ સાથે સંકળાયેલા સુરેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર, ભારતમાંથી દર વર્ષે ઉત્પાદિત થતાં ઝીંગા પૈકી ૭૦ ટકા અમેરિકા, ૨૦ ટકા ચીન અને ૧૦ ટકા અન્ય દેશોમાં એક્સપોર્ટ થાય છે. આંકડા મુજબ ભારતમાંથી ૨૩,૦૦૦ કરોડના ઝીંગા અમેરિકામાં એક્સપોર્ટ થાય છે. તેમાં ગુજરાતમાંથી ૭૦૦ કરોડના ઝીંગા નિકાસ થાય છે.
નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો નવસારીમાંથી બેથી લઈને અઢી હજાર ટન જેટલા એક્સપોર્ટ થાય છે. હાલમાં ઝીંગાની સરેરાશ કિંમત પ્રતિ કિલો ૫૦૦ રૂપિયા છે. ટેરિફ લાગુ થાય તો ઝીંગા ફાર્મરોએ ઝીંગા ૩૭૫ રૂપિયામાં વેચવા પડશે. ધંધો ટકાવવા આમ કરવું પડશે પણ પ્રતિ કિલોએ ૧૨૫ રૂપિયાનું નુકસાન પરવડે તેમ નથી.ઝીંગાનો લાંબો સમય સંગ્રહ કરી શકાતો નથી. એક તરફ અન્ય રાજ્યમાં વીજળી પડતર યુનિટ બે રૂપિયામાં મળે છે. જ્યારે ગુજરાતમાં ભાવ સાત રૂપિયા પ્રતિ યુનિટ છે.
ઉપરાંત ઝીંગા ઉત્પાદનનો ખર્ચ પણ વધારે છે. ઝીંગામાં બ્લેક સ્પોટ રોગનું સૌથી મોટું જાખમ છે. આ રોગ આવે તો આખો પાક નિષ્ફળ જાય છે. વિદેશી હૂંડિયામણ રળી આપતા ઝીંગા ઉદ્યોગ માટે ગુજરાત સરકાર દ્વારા યોગ્ય પગલાં ન લેવામાં આવે તો આંધ્રપ્રદેશની જેમ ઝીંગા ફાર્મર માછલી કે અન્ય ફાર્મિંગ તરફ વળી જવાની શક્યા છે. નવસારી જિલ્લામાંથી વાર્ષિક ૨ થી ૨.૫ હજાર ટન ઝીંગાની નિકાસ થાય છે. ટેરિફ વધારાથી આ નિકાસ પર મોટી આફત આવી શકે છે.