તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સ્મોક ફ્રી વિલેજ એટલે કે ધુમ્રપાન મુક્ત ગામ તેમજ વ્યસનમુક્તિ અંગેનો સંકલ્પ લેવડાવવામાં માટે રાજુલા તાલુકાના તમામ ગામોમાં ૨ જી ઓક્ટોમ્બરના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજુલા તાલુકાની ૬૯ ગ્રામ પંચાયતોમાં સ્મોક ફ્રી વિલેજનો ઠરાવ કરવામાં આવ્યો હતો. રાજુલા તાલુકાની ગ્રામસભાઓમાં હાજર લોકો દ્વારા તમાકુ કે તમાકુની તમામ બનાવટોથી મુક્ત થવા અને સમાજ તમાકુના દુષણથી મુક્ત થાય તે માટે યોગદાન આપવા માટેનો તમાકુ નિષેધ સંકલ્પ લઈ ધૂમ્રપાન મુક્ત ગામનો ઠરાવ કરવામાં આવેલ. શાળા/કોલેજોની ૧૦૦ વારની ત્રિજ્યામાં કોઈ તમાકુની બનાવટોનું વેચાણ ન કરે અને જો કોઈ વેચતા હોય તો તેમને તમાકુ નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ની કલમોના ભંગ બદલ દંડ અને વસૂલાતની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ જણાવેલ હતું.