ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે, ભારતીય કેપ્ટન ઋષભ પંત તેના સાથી કુલદીપ યાદવ પર પ્રહાર કરતા જાવા મળ્યા. હકીકતમાં, કુલદીપ ઓવર નાખવામાં સમય લઈ રહ્યો હતો, જે આઇસીસીના સ્ટોપ-ક્લોક નિયમનું ઉલ્લંઘન માનવામાં આવતું હતું. અમ્પાયરે તેને ચેતવણી પણ આપી. પંત એક કે બે વાર નહીં, પરંતુ ઘણી વખત ગુસ્સે ભરાયો જાવા મળ્યો, અને વિકેટ પાછળથી ખેલાડીઓને ઠપકો પણ આપ્યો.ઓવરમાં વિલંબ કરવા બદલ ભારતને પહેલા દિવસે જ પહેલી ચેતવણી મળી ચૂકી હતી, પરંતુ જ્યારે ટીમ બીજા દિવસે ૮૮મી ઓવર દરમિયાન ફરીથી સમય મર્યાદા પૂરી કરવામાં નિષ્ફળ ગઈ, ત્યારે અમ્પાયર રિચાર્ડ કેટલબરોએ બીજી ચેતવણી આપી. પંતે પોતાની ધીરજ ગુમાવી દીધી અને તેને તેના સાથી ખેલાડી સામે નારાજગી વ્યક્ત કરતા સાંભળવામાં આવ્યો.તેનો અવાજ સ્ટમ્પ માઈક પર સ્પષ્ટ રીતે કેદ થયો. પંત કહેતો સાંભળવામાં આવ્યો, ” દોસ્ત, ૩૦ સેકન્ડનો ટાઈમર છે, શું તું ઘરે રમી રહ્યો છે? એક બોલ ઝડપથી નાખ.” પછી તેણે વધુ કડક સ્વરમાં ઉમેર્યું, ” દોસ્ત, કુલદીપ, તેં બંને ચેતવણીઓ સ્વીકારી. શું તું ટેસ્ટ ક્રિકેટની મજાક કરી રહ્યો છે?” આ ઘટનાએ દર્શકોને ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્માની કડક કેપ્ટનશીપની યાદ અપાવી, જે તેના ખેલાડીઓ પાસેથી ઉર્જા અને શિસ્તની અપેક્ષા રાખતો હતો.આઇસીસીએ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં સ્ટોપ-ક્લોક નિયમ લાગુ કર્યો છે. આ નિયમ હેઠળ, “આગામી ઓવર ઓવર પૂરી થયાના ૬૦ સેકન્ડમાં શરૂ થવી જાઈએ.” બેટિંગ ટીમને પ્રથમ બે ઓવર માટે ફક્ત ચેતવણી મળે છે. ત્રીજી ઓવરથી, બેટિંગ ટીમને પાંચ રનનું બોનસ મળે છે. આ ગણતરી દર ૮૦ ઓવર પછી ફરીથી સેટ થાય છે. આ નિયમ પહેલાથી જ મર્યાદિત ઓવરના ફોર્મેટમાં અમલમાં છે અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં રજૂ કરવામાં આવ્યો હતો.ઓવર-રેટ પરના આ તણાવ વચ્ચે, દક્ષિણ આફ્રિકાએ ભારત પર દબાણ જાળવી રાખ્યું. સેનુરન મુથુસામીએ પહેલા કાયલ વેરેન સાથે અને પછી માર્કો જેનસેન સાથે ૮૮ રન અને પછી ૯૭ રનની ભાગીદારી કરીને મેચનો માર્ગ બદલી નાખ્યો. મુથુસામીએ શાનદાર બેટિંગ કરીને પોતાની પહેલી ટેસ્ટ સદી પૂરી કરી, અને જેનસેને ઝડપી શરૂઆત કરી, ભારતીય બોલરો પર અદભુત સિક્સર ફટકારીને દબાણ વધાર્યું. દક્ષિણ આફ્રિકાએ ૪૮૯ રન બનાવ્યા.













































