અમેરિકાએ ટેરિફ ડ્યુટી સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા પછી, ભારતીય ટપાલ વિભાગ ૨૯ ઓગસ્ટથી અમેરિકા જતા  પાર્સલની અવરજવરને અસ્થાયી રૂપે સ્થગિત કરશે. પોસ્ટ વિભાગે જાહેરાત કરી છે કે તે ૨૫ ઓગસ્ટથી અમેરિકામાં મોટાભાગના પોસ્ટલ કન્સાઇન્મેન્ટ સ્વીકારવાનું અસ્થાયી રૂપે બંધ કરશે. આ મહિનાના અંતમાં અમલમાં આવનારા યુએસ ડ્યુટી નિયમોમાં ફેરફારને પગલે આ થશે.યુએસએ ૩૦ જુલાઈના રોજ ૮૦૦ ડોલર સુધીના માલ માટે ડ્યુટી-મુક્તિ પાછી ખેંચવાનો આદેશ જારી કર્યો હતો. ૨૯ ઓગસ્ટથી, યુએસમાં મોકલવામાં આવતી બધી પોસ્ટલ વસ્તુઓ, તેમની કિંમતને ધ્યાનમાં લીધા વિના, ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ ટેરિફ ફ્રેમવર્ક હેઠળ કસ્ટમ ડ્યુટી આકર્ષિત કરશે.ફક્ત ૧૦૦ ડોલર સુધીની ભેટ વસ્તુઓ જ ડ્યુટી-મુક્ત રહેશે. આદેશ મુજબ, ફક્ત આંતરરાષ્ટ્રીય કેરિયર્સ અને યુએસ કસ્ટમ્સ દ્વારા મંજૂર કરાયેલ અન્ય “પાત્ર પક્ષો” જ પોસ્ટલ શિપમેન્ટ પર ડ્યુટી ચાર્જ અને ચૂકવણી કરી શકે છે. પરંતુ આ પક્ષોને મંજૂરી આપવાની અને ડ્યુટી વસૂલવાની પ્રક્રિયા હજુ સ્પષ્ટ ન હોવાથી, એરલાઇન્સે કહ્યું છે કે તેઓ ૨૫ ઓગસ્ટ પછી યુએસ જવા માટે પોસ્ટલ પાર્સલ લઈ જઈ શકશે નહીં. આને ધ્યાનમાં રાખીને, ભારતીય પોસ્ટ ૨૫ ઓગસ્ટથી યુએસમાં તમામ પ્રકારની વસ્તુઓનું બુકિંગ સ્થગિત કરશે. જાકે, ૧૦૦ યુએસ ડોલર સુધીના પત્રો, દસ્તાવેજા અને ભેટોને મુક્તિ આપવામાં આવશે. પોસ્ટલ વિભાગે જણાવ્યું હતું કે જે ગ્રાહકોએ પહેલાથી જ પાર્સલ બુક કરાવ્યા છે અને મોકલી શકાતા નથી તેઓ પોસ્ટલ ચાર્જ રિફંડનો દાવો કરી શકે છે.નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પોસ્ટ વિભાગ ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ ખૂબ જ દિલગીર છે અને ખાતરી આપે છે કે શકય તેટલી વહેલી તકે યુએસમાં સંપૂર્ણ સેવાઓ પુનઃસ્થાપિત કરવા માટે તમામ શક્્ય પગલાં લેવામાં આવી રહ્યા છે.”સંદેશાવ્યવહાર મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પોસ્ટ વિભાગે ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ થી યુએસ જતી તમામ પ્રકારની પોસ્ટલ વસ્તુઓનું બુકિંગ અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. ૧૦૦ સુધીના પત્રો/દસ્તાવેજા અને ભેટ વસ્તુઓ સિવાય. મંત્રાલયના જણાવ્યા અનુસાર, કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અને યુનાઇટેડ સ્ટેટ્‌સ પોસ્ટલ સર્વિસ તરફથી વધુ સ્પષ્ટતા પછી, આ મુક્તિ પામેલી શ્રેણીઓ સ્વીકારવામાં આવશે અને યુએસ મોકલવામાં આવશે.