ગુજરાત રાજ્યની શાળાઓમાં ધોરણ ૧ થી ૫ માટે ટેટ-૧ પાસ શિક્ષકોની ખાલી જગ્યાઓની સંખ્યા વધારવાની માંગણી સાથે ઉમેદવારોએ આજે ફરી એકવાર ગાંધીનગરના જીવરાજ મહેતા ભવન ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. છેલ્લા ઘણા દિવસોથી, ઉમેદવારો સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકી રહ્યા છે. પરંતુ, આજ સુધી તેમની માંગણીઓનો કોઈ ઉકેલ ન આવતાં, ઉમેદવારોએ વિરોધ શરૂ કર્યો. આ દરમિયાન પોલીસે ઉમેદવારોને માર માર્યો હતો અને તેમની અટકાયત કરી છે.
વિરોધ કરી રહેલા ટેટ-૧ પાસ ઉમેદવારે જણાવ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં માત્ર ૭ હજારની ભરતી કરવામાં આવી છે. ૨૧ હજાર જગ્યાઓ ખાલી હોવા છતાં, સરકાર ફક્ત ૫ હજારની ભરતી કરી રહી છે. જા ખાલી જગ્યાઓ ખાલી છે તો તમે જ્ઞાન સહાયકોની ભરતી શા માટે કરી રહ્યા છો ? આરટીઆઇ માહિતી મુજબ, ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં કુલ ૨૧,૩૫૪ જગ્યાઓ ખાલી રહેશે. ઉપરાંત, ૩૧/૦૫/૨૦૨૫ સુધીમાં ૩૩૭૪ શિક્ષકો નિવૃત્ત થશે. જેના કારણે ખાલી જગ્યાઓની સંખ્યામાં વધુ વધારો થશે. આવી સ્થિતિમાં, ફક્ત ૫૦૦૦ જગ્યાઓ પર ભરતી પૂરતી નથી અને તેને વધારવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉપરાંત, ૩૧/૦૭/૨૦૨૪ સુધીમાં ૧૬૧૮૧ જગ્યાઓ ખાલી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ૩૧/૧૦/૨૦૨૪ સુધીમાં ૧૭૯૯ શિક્ષકો નિવૃત્ત થશે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે ટેટ ૧ ઉમેદવારો માટે પૂરતી રોજગાર તકો પૂરી પાડવી જરૂરી છે.
આ વર્ષની ભરતીમાં, હાલમાં કાર્યરત ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે, તે ઉમેદવારોને હજુ પણ બેઠકોની અછતનો સામનો કરવો પડશે. નોલેજ આસિસ્ટન્ટ, સ્કૂલ આસિસ્ટન્ટ જેવી અન્ય ડિગ્રી ધરાવતા લોકો માટે પણ ઓછો પગાર મળવાની શકયતા છે. પરંતુ પીટીસી કરેલા લોકો માટે આવી કોઈ તક નથી. આરટીઆઇ દ્વારા જાહેર થયેલી ખાલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને, ધોરણ ૧ થી ૫ સુધી પૂરતી સંખ્યામાં ભરતી કરવી જાઈએ.આરટીઆઇ ડેટાના આધારે ભરતીઓની સંખ્યા ફરીથી નક્કી કરવી જાઈએ. કામચલાઉ મેરિટ અને બેઠકોમાં વધારા વચ્ચે કોઈ સંબંધ નથી, તેથી ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને બેઠકોમાં વધારો કરવો જાઈએ. બેઠકો વધારીને તબક્કાવાર ભરતીની પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર જાળવી રાખવોઃ નવી નીતિ મુજબ, શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર ૧ઃ૪૦ હોવો જાઈએ, જ્યારે પછાત વિસ્તારોમાં તે ૧ઃ૨૯ છે. આને ધ્યાનમાં રાખીને, ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માટે બેઠકોમાં વધારો કરવો ખૂબ જ જરૂરી છે.