એક હતો ચિંટુ વાંદરો. ચિંટુ બીજા વાંદરા જેવો નહોતો! જ્યારે બીજા વાંદરા ડાળીઓ પર કૂદાકૂદ કરતાં હોય, આમતેમ ફર્યા કરતા હોય, ત્યારે ચિંટુ કંઈક નવું જ શોધતો રહેતો હોય. તેને ટૅક્નોલોજીમાં ખૂબ રસ હતો. તેણે ટૂંક સમયમાં જ ટૅકનોલોજીના ઉપયોગની સમજણ મેળવી લીધી હતી.
ચિંટુ અવનવી એપનો ઉપયોગ કરતો રહેતો હતો. તેણે જોયું કે ‘જંગલ નેવિગેટર’ એપ્લિકેશનનો ઉપયોગ કરીને તે જંગલનાં સૌથી ઊંચાં વૃક્ષો અને સૌથી મીઠાં ફળોનાં ઝાડ શોધી શકે છે. એક દિવસ જંગલમાં ભારે વરસાદ પડ્‌યો. ભારે વરસાદને લીધે આખાય જંગલમાં ઘણા વૃક્ષો પડી ગયા હતા. પ્રાણીઓને ખવાનું શોધવામાં ઘણી મુશ્કેલી પડી રહી હતી. બધા વાંદરા ભૂખ્યા હતા. વાંદરાને થયું, ‘હવે એક ચિંટુ જ આપણને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશે. એ ટેકનોલોજીનો જાણકાર છે. એ જરૂર કોઈ રસ્તો શોધી કાઢશે.’
‘‘ચિંટુ! ચિંટુ!’’ બધાં વાંદરાએ એકસાથે બૂમ પાડી. ‘‘શું તારો પેલો ‘સ્ક્રીનવાળો ડબ્બો’ આપણને કોઈ મદદ કરી શકે છે? જરા જો તો ખરો!’’
‘‘હા! હા! કેમ નહિ! – એમ કહેતાં ચિંટુએ તરત જ તેનો મોબાઈલ કાઢ્યો. તેણે હવામાનની આગાહી ચેક કરી. ‘‘બધાં શાંત થઈ જાવ.’’ – ચિંટુએ કહ્યું.
‘‘હવામાન ચેક કરતાં લાગે છે કે પહાડી વિસ્તારમાં વરસાદ ઓછો છે અને ત્યાં સૂર્યપ્રકાશ પણ છે. વળી, ‘જંગલ નેવિગેટર’ પ્રમાણે ત્યાં કેળાના ઝાડનો આખો બગીચો છે! ત્યાં જઈએ તો આપણને ખાવાનું જરૂર મળી રહેશે.’’ તેની વાત અને આગાહી સાંભળી બધા વાંદરા ખુશ થઈ કૂદાકૂદ કરવા લાગ્યા.
બધાંને શાંત રહેવાનું કહેતાં ચિંટુ બોલ્યો, ‘‘હવે કૂદમકૂદ કરવાનું મૂકો ને ચાલો બધા!’’ ચિંટુએ ઝડપથી સૌને રસ્તો બતાવ્યો. બધા વાંદરા પહાડી વિસ્તાર તરફ આગળ વધ્યા. થોડા જ સમયમાં તેઓ કેળાના ઝાડ પાસે પહોંચી ગયા. બધા વાંદરાઓ ખૂબ ખુશ થયા. બધાએ પેટ ભરીને કેળા ખાધા.
તે દિવસથી બધા વાંદરાઓએ ચિંટુને ‘ટૅક્નોસેવી વાંદરો’ તરીકે ઓળખવાનું શરૂ કર્યું. તેઓ હવે સરળતાથી જંગલમાં ખોરાકની શોધ કરતા હતા. કારણ કે તેમને ખબર હતી કે તેમની પાસે ચિંટુ અને તેની ટૅક્નોલોજી છે, જે તેમને હંમેશાં મુશ્કેલીઓમાંથી બહાર કાઢશે. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭