દક્ષિણ આફ્રિકાના ક્વિન્ટન ડી કોકે એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો છે. તેણે ૧૪ ફેબ્રુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. મહત્વની વાત એ છે કે ડી કોકે ધોની કરતા ત્રણ મેચ ઓછી રમીને તેનો રેકોર્ડ તોડ્યો. ટી ૨૦ વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ ડિસમિસલ્સનો ધોનીનો રેકોર્ડ હવે ક્વિન્ટન ડી કોકે તોડી નાખ્યો છે.
૧૪ ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, ક્વિન્ટન ડી કોકે સ્ટમ્પ પાછળ ન્યુઝીલેન્ડના ઓપનર ટિમ સીફર્ટનો કેચ પકડીને ધોનીનો રેકોર્ડ તોડ્યો. હવે તે ટી ૨૦ વર્લ્ડ કપ ઇતિહાસમાં કેચ અને સ્ટમ્પિગ સહિત સૌથી વધુ ડિસમિસલ્સનો રેકોર્ડ ધરાવે છે.
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને વિકેટકીપર એમએસ ધોનીએ ટી૨૦ વર્લ્ડ કપમાં ૩૩ મેચોમાં ૩૨ ઇનિંગ્સમાં ૩૨ ડિસમિસલ્સ કર્યા હતા, જેમાં ૨૧ કેચ અને ૧૧ સ્ટમ્પિગનો સમાવેશ થાય છે. ક્વિન્ટન ડી કોકે માત્ર ૩૦ મેચમાં ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો. ડી કોક હવે ટી૨૦ વર્લ્ડ કપમાં ૩૩ ડિસમિસલ્સ ધરાવે છે, જેમાં ૨૬ કેચ અને સાત સ્ટમ્પિગનો સમાવેશ થાય છે.
ક્વિન્ટન ડી કોકે ટી૨૦ વર્લ્ડ કપમાં ધોનીનો રેકોર્ડ તોડ્યો જ નહીં, પરંતુ તે પુરુષોની ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧૦૦ થી વધુ ડિસમિસલ્સ બનાવનાર એકમાત્ર વિકેટકીપર પણ છે. તેણે અત્યાર સુધી ૧૦૩ મેચોમાં ૧૧૦ ડિસમિસલ્સ કર્યા છે. ડી કોક પછી બીજા ક્રમે ઈંગ્લેન્ડનો જાસ બટલર છે, જેણે ૯૩ ડિસમિસલ્સ કર્યા છે. ધોની, ૯૧ ડિસમિસલ્સ સાથે, ટી૨૦ આઈમાં ત્રીજા ક્રમનો સૌથી સફળ વિકેટકીપર છે.
૧૪ ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ સામેની ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની મેચમાં ધોનીનો રેકોર્ડ તોડનાર ડી કોકે તે મેચમાં ૧૪ બોલનો સામનો કર્યો અને ૨૦ રન બનાવ્યા. આ ઇનિંગમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થતો હતો.