ભારતીય ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. પરંતુ બ‹મગહામમાં રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. હવે હર્ષિત રાણા વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હી પ્રીમિયર લીગ (ડીપીએલ ૨૦૨૫) ની બીજી સીઝન માટે તેને નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હવે તે ડીપીએલમાં ધમાલ મચાવતો જોવા મળશે.

હર્ષિત રાણા તાજેતરના ભૂતકાળમાં ટીમ ઇન્ડિયા માટે ઉભરતા ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. તેણે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં ડેબ્યૂ કર્યું છે.ડીપીએલ ૨૦૨૫ ની હરાજી પહેલા તેને નોર્થ દિલ્હી ટીમ દ્વારા ૨૧ લાખ રૂપિયામાં રીટેન્ડ કરવામાં આવ્યો હતો. હવે તે એક જ ટીમનું કેપ્ટનશિપ કરતો જોવા મળશે. આ સીઝનમાં હર્ષિત કેપ્ટન અને ખેલાડી તરીકે કેવું પ્રદર્શન કરે છે તે જાવું ખૂબ જ રસપ્રદ રહેશે.

હર્ષિત રાણા તાજેતરમાં ઇન્ડિયા છ ટીમ માટે રમતા જાવા મળ્યો હતો પરંતુ ત્યાં તેનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક હતું. તેણે ઈંગ્લેન્ડ લાયન્સ સામે મેચ રમી હતી અને ત્યાં તે ફક્ત એક જ વિકેટ લઈ શક્્યો હતો. અગાઉ તે આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો.આઇપીએલ ૨૦૨૫ માં, હર્ષિત ૧૩ મેચમાં ૧૫ વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. આ સિઝનમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન ૨૫ રન આપીને ૩ વિકેટનું હતું.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હર્ષિત રાણાના આંકડા વિશે વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ૨ ટેસ્ટ, ૫ વનડે અને ૧ ટી ૨૦ મેચ રમી છે. તેણે ટેસ્ટમાં ૪,વનડેમાં ૧૦ અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીયમાં ૩ વિકેટ લીધી છે. હવે તે દિલ્હી પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માંગે છે.

નોર્થ દિલ્હી સ્ટ્રાઈકર્સ ટીમ વિશે વાત કરીએ તો,ડીપીએલ ૨૦૨૪ માં તેમની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે હતી. આ સિઝનમાં ટીમે કુલ ૧૦ મેચ રમી, જેમાં તેમણે ૪ જીતી અને ૫ હારનો સામનો કરવો પડ્યો. એક મેચનું પરિણામ આવ્યું નહીં. તેમની ટીમ ૯ પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી.