ભાવનગર જિલ્લાના ટીંબી ખાતે આવેલી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલને રાજકોટના જાણીતા કેન્સર સર્જન ડોક્ટર મનોજ મહેતા અને મુંબઈના રાજનભાઈ મથુરિયા તરફથી રૂપિયા ૧૧,૦૪,૦૦૦નું ઉદાર અનુદાન પ્રાપ્ત થયું છે. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળે ડો. મનોજ મહેતા અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.