જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ પાસે બાઈક પર રસ્તો ક્રોસ કરી રહેલા એક યુવકને કારચાલકે અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચતા બાઈકચાલક યુવકે અજાણ્યા કારચાલક સામે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જિલ્લામાં નીતિ-નિયમોને નેવે મૂકી બેફામ વાહનો ચાલી રહ્યાં છે જેમાં ઘણીવાર ગમખ્વાર અકસ્માતની ઘટનાઓ બને છે અને લોકો મોતને ભેટતા હોવાના પણ બનાવો બનવા પામ્યા છે ત્યારે જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે જતા એક બાઈકચાલક રસ્તો ક્રોસ કરતો હોય ત્યારે ઉના રોડ તરફથી એક કારચાલકે પોતાનું વાહન બેફિકરાઈભર્યુ ચલાવી બાઈકચાલકને અડફેટે લીધો હતો. બાઈકચાલકને અડફેટે લેતા યુવકને પગના નળામાં ઈજા પહોચી હતી. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો કારચાલક નાસી ગયો હતો જેથી યુવકે અજાણ્યા કારચાલક સામે નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.