જાફરાબાદના ટીંબી ગામે દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ફેબ્રિકેશનનો સામાન બળીને ખાખ થઈ
જતાં વેપારીને બે લાખનું નુકસાન થયું હતું. આ અંગે ધીરૂભાઈ છગનભાઈ મકવાણા (ઉ.વ.૫૯)એ જાહેર કર્યા મુજબ, તેમની ટીબી ગામે આવેલ મહાકાળી વેલ્ટીંગ વર્ક્સ નામની દુકાને તા.૧૩/૦૨/૨૦૨૬ રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાની આસપાસ અક્સ્માતે ઈલેક્ટ્રીક શોર્ટ સકીટ થવાથી આગ લાગી હતી. જેથી દુકાનમાં રાખેલ ફેબ્રિકેશનનો સામાન સળગી જવાથી આશરે રૂ.૨,૦૦,૦૦૦નું નુકશાન થયું હતું. નાગેશ્રી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી એન પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.










































