ભાવનગર જિલ્લાના ટીંબી ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલનાં આરોગ્યલક્ષી સેવાકાર્યથી પ્રભાવિત એવા ગાંધીનગર સ્થિત વલ્લભભાઈ માણેકલાલ પટેલ (પ્રેસીડેન્ટ, કડી સર્વ વિશ્વ વિદ્યાલય-ગાંધીનગર) દ્વારા ઇન્ડીયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન (IRFC) નવી દિલ્હી દ્વારા ગત વર્ષનાં CSR ફંડમાંથી રૂ.૨,૦૦,૮૫,૦૯૯/- અંકે રૂપિયા બે કરોડ પંચાસી હજાર નવાણું પુરા જેવી માતબર રકમનું અનુદાન હોસ્પિટલનાં દર્દીઓનાં લાભાર્થે મંજૂર કરેલ છે. વલ્લભભાઇ આ કોર્પોરેશનનાં બોર્ડ ઓફ ડિરેકટરમાં CSR ફંડ કમિટીનાં સ્વતંત્ર ડિરેક્ટર છે. તેઓનાં અથાગ પ્રયત્નોથી આ અનુદાન પ્રાપ્ત થયું છે. આવા સહયોગ બદલ હોસ્પિટલના ટ્રસ્ટીમંડળે કોર્પોરેશનનો હદયપૂર્વકનો આભાર માનેલ છે. આ કાર્યમાં નિમિત્ત બની સંપૂર્ણ સહયોગ આપનાર વલ્લભભાઈ પટેલ (સરદાર)ને ગાંધીનગર ખાતે હોસ્પિટલના વહીવટકર્તા ટ્રસ્ટી બી.એલ. રાજપરા અને ટ્રસ્ટી-તુષારભાઈ વિરડીયા (CA) દ્વારા સદગુરૂદેવનાં
‘જીવનચરિતામૃત’ ગ્રંથ અને શાલ અર્પણ કરીને સન્માનિત ક૨વામાં આવેલ.