ટીંબીની વાલીબાઈ કન્યા પ્રાથમિક શાળા ખાતે ૨૦/૦૨/૨૬, શુક્રવારના રોજ સામાજિક વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં વેશભૂષા, હસ્તકલા, સામાજિક ધરોહર અને ભારતીય ભાતીગળ સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.ઉપરાંત, વિદ્યાર્થીનીઓએ અભ્યાસક્રમને અનુરૂપ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ શૈક્ષણિક મોડલ્સ પણ તૈયાર કર્યા હતા. આ પ્રદર્શન નિહાળવા માટે શ્રીજી વિદ્યાલય અને કુમાર શાળા-ટીંબીના વિદ્યાર્થીઓ,
સી.આર.સી. કો-ઓર્ડિનેટર, અન્ય શાળાઓના શિક્ષકો, ગ્રામજનો તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય અને શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.








































