અમરેલી જિલ્લામાં વધુ ત્રણ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. ટીંબા ગામેથી મહિલા પાસેથી ત્રણ લીટર, તરવડા ગામેથી ત્રણ લીટર તથા જાળીયા ગામના પાટીયા પાસે બે યુવકો પાસેથી ચાર લીટર મળી કુલ ૧૦ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૧૨ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા.