એર ઇન્ડિયાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર એક પોસ્ટમાં વળતર આપવાની જાહેરાત કરી છે. એર ઇન્ડિયાએ તેની પોસ્ટમાં કહ્યું, “તાજેતરના અકસ્માતમાં જીવ ગુમાવનારા મુસાફરોના પરિવારો સાથે એર ઇન્ડિયા એકતામાં ઉભી છે. આ અતિ મુશ્કેલ સમયમાં અમારી ટીમો સંભાળ અને સહાય પૂરી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.”

પોસ્ટમાં આગળ, એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમારા સતત પ્રયાસોના ભાગ રૂપે, એર ઇન્ડિયા તાત્કાલિક નાણાકીય જરૂરિયાતોને પહોંચી વળવા માટે મૃતકોના પરિવારજનો અને બચી ગયેલા લોકોને ? ૨૫ લાખ અથવા આશરે ૨૧,૦૦૦ જીબીપીની વચગાળાની ચુકવણી કરશે. આ ટાટા સન્સ દ્વારા પહેલાથી જ જાહેર કરાયેલ  ૧ કરોડ અથવા આશરે ૮૫,૦૦૦ જીબીપી સહાય ઉપરાંત છે.” એર ઇન્ડિયા કહે છે કે આ અકસ્માત પછી થયેલા નુકસાનથી અમે બધા દુઃખી છીએ.