બે દેશોમાં સંબંધોમાં પરસ્પરની વિશ્વસનીયતા સૌથી અગત્યનું પરિબળ છે. આર્થિક સમાનતા,
સાંસ્કૃતિક સમાનતા, રાજકીય વ્યવસ્થા બધા બીજા ત્રીજા ક્રમે આવે છે. કોઈ દેશ સાથે સંબંધ સાચવવો કે કેમ એ તેના પર કેટલો ભરોસો કરી શકાય તેમ છે તેના પર આધાર રાખે છે. કારણકે દરેક દેશમાં સત્તા પરિવર્તન થતા રાજકીય વિચારધારા બદલતી રહે છે. પણ બે દેશો વચ્ચે જે વર્ષોથી ચાલ્યો આવતો સંબંધ છે તે એ દેશોની બે પ્રજા વચ્ચે પણ અદ્રશ્ય લાગણી તંતુથી લાંબા ગાળે જોડાઈ જાય છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દોસ્તી અને દુશ્મની લગભગ પારંપારિક બની રહે છે. જેને કુદરતી જોડાણ કહે છે. કોઈ બે દેશના નેતાઓ કોઈ પ્લેટફોર્મ પર એકાદ દસ્તાવેજ કરીને, સંધી કરીને, કોઈ કરાર કરીને કે સમજૂતી કરીને બે દેશોને ચિરકાળ સુધી જોડી શકતા નથી કે અલગ કરી શકતા નથી. ભારત અને પાકિસ્તાન જે આધારે વિભાજીત થયા છે એ આખા વિશ્વનો શાશ્વત પ્રશ્ન છે. સાંસ્કૃતિક ટકરાવ કે સાંસ્કૃતિક ભિન્નતા હોય ત્યાં બે પ્રજા જોડાય શકતી નથી. રાજનેતાઓ ભલે એક બે કરાર કરી નાખે, પણ પ્રજા વચ્ચેની ખાઈ મિટાવી શકાતી નથી. ‘ધ ક્લૅશ આૅવ્‌ સિવિલાઇઝેશન ઍન્ડ ધ રિમેકિંગ આૅવ ધ વર્લ્ડ’ (૧૯૯૬) નામના પુસ્તકમાં સેમ્યુઅલ હન્ટિંગટને દર્શાવ્યું છે કે હવેના વિશ્વમાં રાજકીય વિચારધારાના સંઘર્ષોને બદલે કે આર્થિક ક્ષેત્રની અંદર મૂળગામી સંઘર્ષો થવાને બદલે ધર્મને કેન્દ્રમાં મૂકનારી સંસ્કૃતિઓ, સભ્યતાઓ વચ્ચેના સંઘર્ષો પ્રવર્તશે. વીસમી સદીના પૂર્વાર્ધમાં છેલ્લા દાયકાઓમાં ફાંસીવાદ, નાઝીવાદ અને ઉદારતમવાદી લોકશાહી વચ્ચે અને ત્યારપછી સામ્યવાદ અને લોકશાહી વચ્ચે સંઘર્ષો થયા. શીતયુદ્ધની સમાપ્તિ પછી હવે ‘પાલિટિક્સ આૅવ્‌ સિવિલાઇઝેશન’ પ્રવર્તશે. એક દેશ તેની અંદર રહેલી બીજી સંસ્કૃતિને ઉખાડી ફેંકવા મથશે. એક વિદ્વાને કહ્યું હતું કે મનુષ્ય એ પ્રાણી છે જે બહારથી જ
સંસ્કૃત લાગે છે એની ચામડી પર જરાક ખરોંચ કરો અને અંદરથી તમને એક બર્બર મળશે.
કેસ્ટેલ્સ કહે છે કે હવે ઝડપથી બદલાતી જતી દુનિયામાં ઇન્ફર્મેશન ટૅક્નાલાજીનો ઝડપથી અને વ્યાપક વિસ્તાર થઈ રહ્યો છે, મૂડીવાદનું પણ ઝડપથી વૈશ્વિકીકરણ થઈ રહ્યું છે અને બીજી બાજુ ધાર્મિક કટ્ટરતાવાદ પણ ઝડપથી પ્રવર્તી રહ્યો છે અને એ રીતે સમાજો હવે અત્યંત જટિલ બની રહ્યા છે. મૂડીવાદનું નવસર્જન અને વિસ્તરણ થઈ રહ્યું છે. માહિતીવિષયક ક્રાંતિને લીધે, પહેલાં કદી ન કલ્પ્યું હોય તેવું મૂડીવાદનું વૈશ્વિકીકરણ થઈ રહ્યું છે. તેને લીધે રાષ્ટ્રો વચ્ચે અને એક જ રાષ્ટ્રની પ્રજાના વર્ગો વચ્ચે નવી અસમાનતાઓ પણ વધતી જાય છે. સમાજો હવે ‘નેટવર્ક સમાજો’ બની રહ્યા છે તેમ કેસ્ટેલ્સ લખે છે. એક જ કાલખંડમાં જુદા જુદા પ્રદેશોના લોકો ઇલેક્ટ્રાનિક ક્રાંતિને લીધે ગૂંથાઈ ગયા છે. સત્તાનો હવે જ્ઞાનમાહિતી સાથે નવો અને સીધો સંબંધ સ્થપાયો છે.
જયારે બે દેશો માત્ર આર્થિક આયામ પર જોડાયેલા હોય ત્યારે તેમાં ચડઉતર આવતી રહેતી હોય છે. જેમજેમ દેશની અંદરના કે વૈશ્વિક આર્થિક પરિમાણો અને સ્થિતિઓ બદલતી રહે છે તેમ તેમ સંબંધોમાં ફેરફાર આણવો જરૂરી બનતો રહે છે. સ્વાભાવિક છે કે કોઈપણ દેશ અન્ય દેશના તેની સાથેના સંબંધને પોતાના હિતને ત્રાજવે રાખીને જ જોખે છે. આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ઉતાર-ચઢાવના દોર ચાલતા રહે છે. દુનિયાના તમામ દેશ પોતાની જરૂરિયાતો અને સમસ્યાઓને જોતાં પોતાની નીતિઓ તૈયાર કરે છે. એ ટૂંકાગાળાની નીતિઓના ભાગરૂપે હોઈ શકે છે. આ સંઘર્ષો પણ હન્ટિંગટને દર્શાવ્યા મુજબના ટૂંકાગાળાના હોઈ શકે છે. આર્થિક ટકરાવ આર્થિક સુધારાઓ કે સમજૂતીઓ કે કરારો થકી સમાપ્ત કરી શકાય છે. જેમ કે અમેરિકાના ટેરિફની સામે જો ભારત ઘૂંટણીએ પડી જાત તો તેની સામે ટકરાવનો પ્રશ્ન પૂરો થઇ જાત. પણ એ ભારતની પ્રજાના હિત સામે હતું એટલે આ ટકરાવ આગળ ચાલ્યો. અમેરિકાએ એ સિવાય જે કર્યું એ ભારતને સાંસ્કૃતિક ટકરાવ તરફ લઇ જઈ શકવા બરાબર છે. ઝમાનાઓથી પોતાની કુખ્યાત આંતરરાષ્ટ્રીય કુટનીતિ અંતર્ગત અમેરિકાએ પાકિસ્તાનને સાથ આપીને કે પ્રોત્સાહન આપીને બે પ્રજા વચ્ચેના ટકરાવનો લાભ ખાટવાની મેલી મુરાદ સેવી છે. મજબૂત ખરીદશક્તિ ધરાવતી એકસો ચાલીસ કરોડની આબાદીને છોડીને પચીસ કરોડની ભૂખડ આબાદીને પ્રોત્સાહન અમેરિકા સમાજવાદના સિદ્ધાંતો પર તો નથી જ કરી રહ્યું એ ચોક્કસ બાબત છે. ભૂતકાળમાં પણ પરમાણું પરીક્ષણ વખતે ભારત અમેરિકી પ્રતિબંધોના તાબે નહોતું થયું, પરંતુ એના થોડા સમયમાં જ પાકિસ્તાને અણુ પરીક્ષણ કરી નાખ્યું હતું. ભારતની વધતી તાકાતથી અમેરિકા ચિંતિત હોય એ સ્વાભાવિક છે. પશ્ચિમના દેશો એમના સિવાય બીજાની પ્રગતિ ઝટ દઈને સાંખી શકતા નથી. હજુ તેમની ચામડી નીચે ગોરા હોવાનો સંસ્થાનવાદ અને સામંતવાદી માનસિકતા સળવળી રહી છે. વિશ્વનું સૌથી મોટું બજાર અને સૌથી ઉંચો વિકાસદર, દોઢ દાયકાથી સ્થિર રાજ્ય વ્યવસ્થા અને તગડી વિદેશનીતિ,
આભાર – નિહારીકા રવિયા આ બધું ભારતને ઝડપભેર દુનિયા પર છવાઈ જવા માટે પુરતું છે. પશ્ચિમ ભારતના વિપક્ષથી લઈને પાકિસ્તાન સુધીના હથિયાર વાપરી શકે છે, એણે ભૂતકાળમાં આવું કરેલું છે.
production@infiniumpharmachem.com