જ્યારે દેશમાં એક વ્યાપક ડિજિટલ ઓળખ અને ડિજિટલ ચુકવણી સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, ત્યારે કોંગ્રેસે દરેક માટે સંપૂર્ણપણે ડિજિટલ મતદાર યાદી ઍક્સેસના અભાવ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. કોંગ્રેસના નેતા ઉદિત રાજે પૂછ્યું કે ૧.૪ અબજ લોકોનો આધાર ડેટા ડિજિટલ હતો ત્યારે ઇલેક્ટ્રોનિકલી મતદાર યાદીઓ પૂરી પાડવામાં સમસ્યા કેમ આવી. તેમણે ચૂંટણી પંચ પાસેથી પારદર્શિતાની માંગ કરી. તમામ નાગરિકો માટે મતદાર યાદી સંપૂર્ણપણે ડિજિટલ રીતે ઉપલબ્ધ કેમ નથી થઈ રહી? ઈલેક્ટ્રોનિક ઍક્સેસ આપવામાં વિલંબ કે વિક્ષેપ કેમ થઈ રહ્યો છે? મતદાર યાદીમાં ડુપ્લીકેશન અટકાવવા માટે મજબૂત ડિજિટલ પગલાં કેમ અમલમાં મૂકવામાં આવ્યા નથી? જ્યાં ડિજિટલ સિસ્ટમની જરૂર હોય ત્યાં પારદર્શક સિસ્ટમ કેમ બનાવવામાં આવી રહી નથી?રાહુલ ગાંધીની ઇલેક્ટ્રોનિક મતદાર યાદીની માંગ પર કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? ભારતની આધાર સિસ્ટમ આશરે ૧.૪ અબજ લોકોને આવરી લે છે. તેને વિશ્વની સૌથી મોટી ડિજિટલ ઓળખ સિસ્ટમ માનવામાં આવે છે. તાજેતરમાં, નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ઇન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ ૨૦૨૬માં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતના ડિજિટલ જાહેર માળખાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ભારતે ૧.૪ અબજ લોકો માટે ડિજિટલ ઓળખ બનાવી છે અને દર મહિને ૨૦ અબજ ડિજિટલ વ્યવહારો માટે ક્ષમતા વિકસાવી છે. કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે ડિજિટલ પેમેન્ટ, હેલ્થ આઈડી અને અન્ય સેવાઓ સફળતાપૂર્વક ચાલી રહી છે, ત્યારે મતદાર યાદીને પણ સંપૂર્ણપણે ડિજિટલ અને સાર્વત્રિક રીતે ઉપલબ્ધ કરાવવી જાઈએ. પાર્ટીનો તર્ક છે કે આનાથી પારદર્શિતા વધશે અને ડુપ્લીકેશન અથવા છેતરપિંડીનું જોખમ ઘટશે.
ચૂંટણી પંચ તરફથી ઔપચારિક પ્રતિભાવની રાહ જોવાઈ રહી છે. આ મુદ્દો એવા સમયે ઉભો થયો છે જ્યારે દેશમાં ડિજિટલ ગવર્નન્સમાં સરકારની સિદ્ધિઓની ચર્ચા થઈ રહી છે. મતદાર યાદીઓને ડિજિટાઇઝ કરવા માટે શું પગલાં લેવામાં આવે છે અને બધા નાગરિકોને ઇલેક્ટ્રોનિક ઍક્સેસ મળે છે કે કેમ તે જાવાનું બાકી છે.





































