ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને રવિવારે જણાવ્યું હતું કે ઝારખંડ મુક્તિ મોરચાનું સત્તાવાર ‘એકસ’ એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. સીએમ સોરેન હાલમાં તેમના પિતા અને જેએમએમના સ્થાપક શિબુ સોરેનની સારવાર માટે દિલ્હીમાં છે. સોરેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જેએમએમનું સત્તાવાર એક્સ એકાઉન્ટ અસામાજિક તત્વો દ્વારા હેક કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ પોલીસને કાર્યવાહી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ બાબતની નોંધ લો, તેની તપાસ કરો અને તાત્કાલિક કાર્યવાહી કરો.
ખરેખર, ઝારખંડના મુખ્યમંત્રીએ ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) ના સત્તાવાર એક્સ હેન્ડલ હેક થયાની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે અસામાજિક તત્વોએ જેએમએમનું સત્તાવાર એક્સ હેન્ડલ હેક કર્યું છે. રવિવારે (૧૩ જુલાઈ) આ અંગે માહિતી આપતા, મુખ્યમંત્રી સોરેને પોલીસને પણ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) પાર્ટીના એક્સ એકાઉન્ટને નિશાન બનાવવામાં આવ્યું છે. તેની તાજેતરની પોસ્ટમાં ચિપમંક (એક પ્રકારનો ઉંદર) ની તસવીર શેર કરવામાં આવી હતી. આ સાથે, તેમાં એક ક્રિપ્ટોકરન્સી પેમેન્ટ એડ્રેસ પોસ્ટ કરવામાં આવ્યું છે. હેકિંગ પછી આ હેન્ડલ પરથી બીજી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી.
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને અબજાપતિ એલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર પણ એક પોસ્ટ કરી છે. તેમણે ત્નસ્સ્ના સત્તાવાર ઠ હેન્ડલ સાથે સંબંધિત હેકિંગ ઘટના પર ધ્યાન આપવા વિનંતી કરી છે. ઠ પરની તેમની પોસ્ટમાં, ઝ્રસ્ સોરેને કહ્યું, “જેએમએમનું સત્તાવાર એકસ હેન્ડલ અસામાજિક તત્વો દ્વારા હેક કરવામાં આવ્યું છે.” ઝારખંડ પોલીસને કાર્યવાહી શરૂ કરવા સૂચના આપતા, મુખ્યમંત્રીએ કહ્યું, “આ બાબતની નોંધ લો, તેની તપાસ કરો અને તાત્કાલિક કાર્યવાહી કરો.”