જૂનાગઢના ભવનાથ મંદિરનો વિવાદ ફરી પાછો ઉપડ્યો છે. મહંતની ગાદીને લઈને વિવાદ સર્જાયો છે. બે સંતોએ મહંત બનવા માટે અરજી કરી છે. સાધુ કૌશિકગીરી અને સંત અમરગીરીએ અરજી કરી છે. કલેક્ટર સમક્ષ મહંતના હોદ્દા માટે અરજી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે હાલના હરિગીરી બાપુની મહંત તરીકેના હોદ્દા પરની સમયમર્યાદા ૩૧મી જુલાઈના રોજ પૂરી થાય છે. આના પગલે ગુરુશિષ્યની પરંપરાને ધ્યાનમાં રાખીને નિમણૂક કરવાની માંગ કરવામાં આવી છે. મંદિરમાં ટ્રસ્ટના બંધારણ મુજબ નિમણૂક કરવા રજૂઆત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ મહંત તનસુખગીરી બાપુના અવસાન પછી અંબાજી મંદિરની ગાદીનો વિવાદ થયો હતો. તેમના સ્થાને નીમાયેલા
આભાર – નિહારીકા રવિયા હરિગીરી સામે ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરીએ ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કલેક્ટર અને હરિગીરી વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા અને ભૂતપૂર્વ મેયર ગિરીશ કોટેચાને પણ તેમા સંડોવ્યા હતા.
મહેશગીરીએ આક્ષેપ કર્યો હતો કે હરિગીરી મહારાજને ભવનાથ મંદિરના મહંત તરીકે ગેરકાયદે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને આ માટે લાંચના સ્પષ્ટ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા હતા. મહંત મહેશગીરીએ હરિગીરી પર તત્કાલિન કલેક્ટર અને અન્ય સાધુઓ સહિત અનેક લોકોને કરોડો રૂપિયા ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.
કલેક્ટર પર નિશાન સાધતા મહેશગીરીએ જણાવ્યું હતું કે, “મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છતાં કલેક્ટર રચિત રાજે ચાર મહિના પહેલા હરિગીરીને મહંત તરીકે પુનઃ નિયુક્ત કર્યા હતા. આ પ્રક્રિયામાં મની લોન્ડરિંગ થવાની પણ શક્યતા છે અને જા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો સત્ય બહાર આવશે. બહાર આવશે.”” મહેશગીરીએ એ પણ સ્પષ્ટ કર્યું કે, ”જા કોઈ બળ ગિરનારના સાધુ-સંતો પર જુલમ કરશે તો હું ઉભો રહીશ. હું ગિરનારમાં ધર્મ અને પરંપરાને તૂટવા નહીં દઉં. મહેશગીરીએ ચેતવણી આપી હતી કે જા હરિગીરી મહારાજને ૧ ડિસેમ્બર સુધીમાં ભવનાથના મહંત પદેથી દૂર કરવામાં નહીં આવે તો હજારો સાધુ-સંતો સાથે ભવનાથ મંદિરનો કબજા કરવામાં આવશે.
તનસુખગીરી બાપુના અવસાન બાદ અંબાજી મંદિરની ગાદીને લઈને બે પક્ષો વચ્ચે વિવાદ શરૂ થયો હતો. એક તરફ હરિગીરી મહારાજ અને તેમના સમર્થકો છે તો બીજી તરફ મહેશગીરી બાપુ આ પદ પર દાવો કરી રહ્યા છે. બંને વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે, જેના કારણે તંત્ર અને સાધુ સમાજમાં ખળભળાટ મચી ગયો હતો.