આજે વહેલી સવારથી જૂનાગઢમાં ત્રીજા તબક્કાનું ડિમોલેશન હાથ ધરાયું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૦ જેટલા જેસીબી દ્વારા ઉપરકોટ અને તેની આસપાસના વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી કાર્યવાહી સાંજ સુધી ચાલી તેવી પૂરી શક્્યતા છે.
આજે વહેલી સવારે જૂનાગઢના ઉપરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં ત્રીજા તબક્કાનું ડીમોલિશન શરૂ કરાયું છે. વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ૧૦ જેટલા ત્નઝ્રમ્ ગેરકાયદેસર બાંધકામ પર ધણધણી ઉઠ્યા હતા. આ ૬૦ જેટલા દબાણો કે જે રહેણાંક વિસ્તારમાં સામેલ છે, આવા તમામ ગેરકાયદેસર બાંધકામ અસામાજિક તત્વો અને બુટલેગરો દ્વારા સરકારી જમીન પર ઉભા કરી દેવામાં આવ્યા હતા.
આજે વહેલી સવારે જ ૫૦૦ જેટલા પોલીસ કર્મચારી અને અધિકારીઓની હાજરી વચ્ચે સરકારી જમીન પર કબજા કરીને ગેરકાયદેસર બનાવી દેવામાં આવેલા ૬૦ જેટલા રહેણાંક મકાનો દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની સંયુક્ત કામગીરી સાંજ સુધી ચાલે તેવી પૂરી શક્્યતા છે.
જૂનાગઢમાં પાછલા ત્રણ-ચાર મહિનાથી દબાણ હટાવો ઝુંબેશ તબક્કાવાર શરૂ રાખવામાં આવી છે. ત્રીજા તબક્કાની દબાણ હટાવો કામગીરી પૂર્ણ થયા બાદ આગામી દિવસોમાં હજુ પણ કેટલાક વિસ્તારમાં થયેલ ગેરકાયદેસર દબાણ જમીન દોસ્ત કરવામાં આવશે. સરકારી જમીન પર ગેરકાયદેસર કબજા કરીને ત્યાં રહેણાંક મકાન બનાવી રહી રહેલા લોકો અને અસામાજિક તત્વોમાં આ કામગીરીથી હવે ફફડાટ જાવા મળી રહ્યો છે.