જૂનાગઢમાં ચાલુ લગ્ન વિધિમાં સિંહોની એન્ટ્રી થતાં મહેમાનોમાં કુતૂહલ જાવા મળ્યું હતું. પાર્ટી પ્લોટ નજીક જંગલ હોવાથી સિંહો શાંતિથી લટાર મારી રહ્યાં હતા. લગ્ન પ્રસંગમાં આવેલા સિંહોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ સૌરાષ્ટ્ર પંથક સામાન્ય રીતે સિંહોનો ગઢ તરીકે પણ ઓળખાય છે. માનવોની અવરજવરથી જંગલોમાં સિંહોનું દેખાવાનું પ્રમાણ ઓછું થવા લાગ્યું છે. ત્યારે લગ્નની સિઝનમાં સિંહોના દર્શનથી જાનૈયાઓમાં સિંહોને જાવાની ઉત્કંઠા જાવા મળી હતી. કન્યા પધરાવો સાવધાન વચ્ચે ડાલામથ્થાની ડણક સાંભળવા મળી હતી. ચાલુ લગ્ન વિધિમાં ડાલામથ્થાની ધાંસુ એન્ટ્રીથી લોકો ઘટનાને મોબાઈલમાં કેદ કરી હતી.
જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં પાર્ટી પ્લોટમાં લગ્ન ચાલતા હતા, ત્યારે સિંહો જાવા મળ્યાં હતા. લોકોની હાજરીથી સિંહો લલટાર મારીને ગાયબ થઈ ગયા હોવાનું જાવા મળ્યું હતું. લગ્નમાં આવલ લોકોને સિંહ દર્શનનો મફતમાં લાભ મળ્યો હતો. લગ્ન પ્રસંગમાં આવેલ સિંહોનો વીડિયો વાયરલ થયો છે.