સંત-સુરા અને સાવજાની ભૂમિ જુનાગઢથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં જુનાગઢના ભવનાથ મંદિરમાં હવે હરિ ગીરીબાપુ નહીં રહી શકે. આ મામલે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે, તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ આવી ગઈ છે. આ સાથે તેમણે કહ્યું કે, મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. નોંધનીય છે કે, ભવનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે જિલ્લા કલેકટરે બે વર્ષ પહેલા હરીગીરી બાપુની નિમણુક કરી હતી. જાકે હવે અનેક વિવાદો વચ્ચે અહીં વહીવટદારની નિમણુક કરાઈ છે.
જુનાગઢનાં ભવનાથ મંદિરમાં હવે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કરતા તેઓ આવતીકાલે ૧ ઓગસ્ટ થી ચાર્જ સંભાળી શકે છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું છે કે, તમામ પ્રકારની પ્રક્રિયા હવે વહીવટદાર શાસન હેઠળ આવી ગઈ છે. મંદિરના પૂજારી અને મેનેજરમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો. જાકે તેમણે એમ પણ ઉમેર્યું કે, પ્રેમ ગીરીભવન પણ વહીવટદાર શાસન આવી ગયું છે. આ સાથે કહ્યું કે, મંદિર ખાલી કરવાની નોટિસ પણ આપી દેવાઈ છે. મહત્વનું છે કે, આવતીકાલથી મંદિરનો વહીવટ વહીવટદાર સંભાળી લેશે.
સંત-સુરા અને સાવજાની ભૂમિ જુનાગઢની ગીરનાર તળેટી ભવનાથ મહાદેવ મંદિરના મહંત હરિગીરી બાપુની અવધિ આજે ૩૧ જુલાઈ ૨૦૨૫ના રોજ પૂર્ણ થઇ રહી છે.આ તરફ વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂંક કેટ તેઓ હવે વહીવટદાર તરીકે ભવનાથ મહાદેવ મંદિરનો ચાર્જ સંભાળશે. હવે જાણીએ વિવાદ વિશે તો લગભગ ૨ વર્ષ પહેલાં જિલ્લા કલેકટર દ્વારા હરીગીરીને મહંતપદનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. જાકે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરીએ હરીગીરી ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. જે બાદમાં હવે વિવાદની વચ્ચે હરીગીરી આ પદ પર યથાવત રહ્યા હતા.