જૂનાગઢ જિલ્લાના માંગરોળનાં નવી જેટી દરિયા કિનારા પરથી અંદાજિત ૬.૫૦કિલ્લો ગ્રામ ચરસનો જથ્થો જુનાગઢ એસઓજીના હાથે લાગ્યો છે. લાખોની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવા અન્ય દેશોમાંથી નસીલા પદાર્થો ઘુસાડવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાત પોલીસ આ પ્રયાસોને નિષ્ફળ કરી રહી છે. અનેકવાર ગુજરાતના દરિયા કિનારોએથી નશીલા પદાર્થનાં જથ્થાઓ ઝડપાય છે ત્યારે વધુ એક જથ્થો ઝડપાયો છે.
વિગત અનુસાર જુનાગઢ જિલ્લાના માંગરોળના બંદર કિનારા પર દરિયાની અંદરથી તણાઈને આવેલું એક પોટલું શંકાસ્પદ લગતા જુનાગઢ એસોજીને બાતમી મળતા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ સેટ્ટીની સૂચનાથી ર્જીંય્ના પી.આઈ. એ.એમ.ગોહિલ અને સ્ટાફ માંગરોળ બંદર પર પહોંચીને તપાસ હાથ ધરી હતી જ્યારે આ શંકાસ્પદ પોટલું મળી આવતા આ પોટલાની તપાસ કરતા તેમાંથી છ જેટલા પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટમાં તપાસ કરતા તેની અંદરથી ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ પેકેટના ઉપર અફઘાન પ્રોડક્ટનો લોગો