જુનાગઢમાં આજે સવારે ૮ઃ૦૦થી ૧૦ઃ૦૦ના બે કલાકના સમયગાળામાં જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર વરસાદી પાણીનો જમાવડો જાવા મળ્યો. ગિરનાર પર્વત પર સૌથી વધુ ૧૦૨ મિલીમીટર વરસાદ નોંધાયો, જેના કારણે ગિરનારથી નીચે વહેતી નદીઓમાં ભારે પૂર આવ્યું. આ પૂરનું પાણી ભવનાથ તળેટી અને પવિત્ર દામોદર કુંડમાંથી પસાર થયું, જેને લીધે ભવનાથ વિસ્તારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો.વહેલી સવારે વાતાવરણમાં અચાનક બદલાવ આવ્યો અને ધોધમાર વરસાદ તૂટી પડ્યો. જુનાગઢ શહેર અને ગિરનાર પર્વત ઉપરાંત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી પાણીનો જમાવડો જાવા મળ્યો. ગિરનાર પર ૧૦૨ મિ.મી. વરસાદ નોંધાયો, જ્યારે ભેસાણમાં ૮૮ મિ.મી., જુનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૫૩ મિ.મી., અને વંથલીમાં ૪૪ મિ.મી. વરસાદ નોંધાયો. માણાવદર, મેંદરડા, કેશોદ અતિભારે વરસાદને કારણે ભવનાથમાં આવેલા જટાશંકર મહાદેવ, પવિત્ર દામોદર કુંડ અને વેલીગ્ડન ડેમની આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયું. સોનરખ નદીમાં પણ પૂરનું પાણી વહેતું જાવા મળ્યું. જિલ્લા વહીવટી તંત્રે આ વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્્યો છે. વાતાવરણ સ્થિર થયા બાદ અને પાણીનો પ્રવાહ મર્યાદિત થયા પછી ભવનાથ વિસ્તારના ધાર્મિક સ્થળોમાં ભાવિકોને તબક્કાવાર પ્રવેશની મંજૂરી આપવામાં આવશે.માળિયા હાટીના પંથકમાં રૂ. ૩.૫ કરોડના ખર્ચે બનેલો રેલ્વે અંડરબ્રિજ ભારે વરસાદને કારણે પાણીથી ખદબદી ગયો છે, જેનો એક વાયરલ થયો છે. આ વિડીયોમાં બાળકો અંડરબ્રિજ પર ચડીને ધૂબાકા મારતા જાવા મળે છે, જેના કારણે આ બ્રિજ ‘સ્વિમિંગ પૂલ’ તરીકે ઓળખાઈ રહ્યો છે. બીજી તરફ, જિલ્લાના ઘેડ પંથકમાં પણ વરસાદનો કહેર યથાવત્ છે, જ્યાં નદીની સુરક્ષા દિવાલ તૂટવાથી અનેક ગામો જળબંબાકાર થયા છે. માળિયા હાટીના પંથકમાં લોકોને ફાટકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રૂ. ૩.૫ કરોડના ખર્ચે રેલ્વે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જાકે, ભારે વરસાદને કારણે આ બ્રિજ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે તેનો મૂળ હેતુ જ નિષ્ફળ થયો હોય તેવું લાગે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, અંડરબ્રિજમાં પાણી નીકળવાની કોઈ વ્યવસ્થિત વ્યવસ્થા ન હોવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.વાયરલ થયેલા વિડીયોમાં બાળકો અંડરબ્રિજના પાણીમાં ન્હાતા અને ધૂબાકા મારતા જાવા મળે છે, લોકોને ફાટકમાંથી મુક્તિ મળે તે માટે આ અંડરબ્રિજ બનાવાયો છે. પરંતુ ભારે વરસાદને લઈ આ અંડરબ્રિજ બ્રિજમાં પાણી ભરાયા છે. જૂનાગઢ જિલ્લાનો ઘેડ પંથક પણ શ્રીકાર વરસાદના કારણે પાણી-પાણી થઈ ગયો છે. કેશોદ અને માંગરોળના અનેક ગામોમાં ઓજત નદીના પાણી ઘૂસી જતાં ખેતરો અને ઘરોને ભારે નુકસાન થયું છે. બામણાસા ગામે નદીની સુરક્ષા દિવાલ તૂટી જવાને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. આ વિસ્તારમાં દર વર્ષે પૂરની સમસ્યા સર્જાય છે, અને આ વર્ષે પણ ઘેડ પંથક જળબંબાકાર થયો છે. આકાશી દૃશ્યોમાં ચારેકોર ફેલાયેલું પાણી દેખાઈ રહ્યું છે, જેમાં ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. મગફળી, સોયાબીન જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કેશોદ અને માંગરોળના અનેક ગામો સંપર્કવિહોણા થયા છે, અને વરસાદી વિરામ બાદ પણ પાણી ખેંચાયું નથી.આ ભારે વરસાદના પગલે જૂનાગઢના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, અને જાહેર સુરક્ષા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. જૂનાગઢનું પવિત્ર તીર્થસ્થળ દામોદર કુંડ ભારે વરસાદના કારણે ઉભરાઈ ગયું છે. અમાસના દિવસે હજારો શ્રદ્ધાળુઓ અહીં સ્નાન માટે આવે છે, પરંતુ પાણીના ધસમસતા પ્રવાહને કારણે તંત્રએ કુંડમાં સ્નાન પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. સ્થાનિક વહીવટી તંત્રે જણાવ્યું કે, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી દામોદર કુંડ બંધ રહેશે. આ ઉપરાંત, વીલિંગડન ડેમ અને જટાશંકર જેવા અન્ય સ્થળો પર પણ યાત્રાળુઓના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં પણ જૂનાગઢ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આને પગલે નાગરિકોને સાવચેત રહેવા અને તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને, નદી-નાળાઓની નજીક રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે.