જૂનાગઢમાં છેલ્લા પાંચ દિવસથી વેટરનરી ઇન્ટર્ન તબીબો હડતાલ ઉપર બેઠા છે જ્યારે ગઈકાલે મેગી અને ચા બનાવીને અનોખો વિરોધ કર્યો તો આજે પોતાના લોહીથી પત્ર લખીને સરકારને જગાવાનો પ્રયત્ન કર્યો છે.
જૂનાગઢની કામધેનુ યુનિવર્સિટી ની વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટરશીપ તથા મુદ્દે આંદોલન ચલાવી રહ્યા છે હડતાલના છઠ્ઠા દિવસે આ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના લોહીથી પત્ર લખી અને મુખ્યમંત્રીને પોસ્ટ મારફત મોકલવામાં આવ્યો છે. જેમની માંગ છે કે તેમનું જે સ્ટાઇપેન્ડ છે તે ૪૨૦૦ થી વધારીને ૧૮૦૦૦ કરવામાં આવે ગઈકાલે વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓએ ચા મેગી અને બુટપોલીસ કરીને અનોખો વિરોધ કર્યો હતો. જ્યારે વિદ્યાર્થીઓએ કહ્યું કે ઇન્ટરશીપ ભથા કરતાં ચા મેગી વેચવામાં તેમજ બુટ પોલીસ કરવામાં વધુ આવક થાય છે. એટલે આ વિરોધ કરવામાં આવ્યો હતો જરા આગામી દિવસોમાં સરકાર દ્વારા સ્ટાઇપેન્ડ વધારવામાં નહીં આવે તો ઉપવાસ સહિતના ઉગ્ર આંદોલનો કરવામાં આવશે.