ગાંધીનગરમાં જીસીઈઆરટીના અધ્યાપકો તેમજ ડાયટના ગુજરાતના અધ્યાપકોનું એક સ્નેહમિલન યોજાયું હતું, જેમાં સંઘના સંગઠનની રચવામાં આવેલ. જેમાં જીસીઆરટીના રીડર ડો. વિજયભાઈ પટેલ, રિસર્ચ એસોસિએટ, ડાયટના પ્રાચાર્યો અને મોટી સંખ્યામાં અધ્યાપક હાજર રહ્યા હતા. આ સંમેલનમાં શાળા ગુણવત્તામાં સુધારણાના ભાગરૂપે અધ્યાપકોની ભૂમિકા, અધ્યાપકોના વહીવટી પડતર પ્રશ્નો જેવા કે સેવા જોડાણ, ઉચ્ચતર પગાર ધોરણ તેમજ પ્રમોશન અને અન્ય પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવેલ હતી. ડો. વિજયભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રશ્નો અંગે જીસીઈઆરટી દ્વારા થઈ રહેલા પ્રયાસો અને શિક્ષણ વિભાગમાં તેની હાલની સ્થિતિ વિશે વિગતવાર છણાવટ કરવામાં આવેલ હતી. તેમજ જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું. આ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ ગુણવત્તા સુધારણાના સતત પ્રયાસ માટે જીસીઈઆરટી ડાયટ કર્મચારી સંઘની રચવામાં આવેલ હતી.










































