સ્વ સાથે રૂબરૂ થવાની તક: જ્યારે તમે ઘર – ઓફિસ – કામકાજ મૂકીને સફર પર જાવ છો, ત્યારે તમને તમારી સાથે જાડાવાનો પૂરતો સમય અને તક મળે છે. બીજા સાથે વાતચીત કરવી સરળ છે, પણ ખુદની સાથે વાત – વિમર્શ કરવા એ થોડું અલગ અને ફાયદાકારક હોય છે, સફર, આપને આપની જ શોધમાં મદદકર્તા નિવડે છે અને ઉત્તમ માનવી બનવામાં સાર્થકતા બક્ષે છે.
સંકોચ દૂર થાય છે: જ્યારે તમે સફર કરો છો, ત્યારે તમે તમારા સ્થાન સુધી જવા માટે બધુ જ કરી છૂટો છો. જે તમારા સંકોચને દૂર કે છે અને આપને સાહસિક અને મિલનસાર બનાવી દે છે.
ધીરજનો પાઠ શીખાય છે: સફર, આપને કોઇપણ પુસ્તક વગર ધૈર્યનો પાઠ શીખવે છે. જેમ કે તમે કોઇ અજાણી જગ્યાની યાત્રાની યોજના બનાવો છો, ધૈર્ય રાખવાની કળા આપનામાં સ્વાભાવિક પણે જ આવવા લાગે છે, ધૈર્ય જ, આપની કોઇપણ સફરમાં શીખેલી ચીજાનો મૂળમંત્ર બની રહે છે.
દરેક સેકન્ડ ખૂબસૂરત: સફર, આપને દરેક જગ્યાએ ખુશી શોધવામાં મદદ કરે છે. એ આપણને અહેસાસ કરાવે છે કે, ખુશી નાની – નાની પળો કે વસ્તુઓમાં પણ હોય છે. જયારે તમે સફર કરવાનું વિચારો છો, ત્યારે આપની જીંદગીની દરેક-દરેક સેકન્ડ ખૂબસૂરત બની જાય છે, તમે ખુશીથી ઝૂમી ઉઠો છો, કેમ કે સફર આપને ખુશ રાખે છે અને એ અહેસાસ કરાવે છે કે આપની દરેક પળ કેટલી કિંમતી છે.
તનાવથી મુક્તિ:
સફર આપના તનાવને દૂર કરે છે અને જ્યારે તમે તમારા જીવનમાં સ્ટ્રેસથી દૂર થાવ છો, ત્યારે તમે સમજી શકો છો કે આપના જીવનમાં કઇ બાબતની અધિક મહત્તા છે. એથી જીવનને એક નવા જ દ્રષ્ટિકોણથી જાવા – જાણવા – વિચારવાનો મોકો મળે છે, ને પોતાને એ વિશ્વાસ અપાવી શકો છો કે તમે એક જ જગ્યાએ ફસાયેલા કે વ્યસ્ત નથી પણ તમે તમારા જીવનને સારી રીતે જીવી શકો છો ને સંસારને જાણી – સમજી શકો છો. પરિણામે, આપોઆપ તનાવમાંથી મુક્તિ મળે છે.
સફરના ફાયદા:
હરવું – ફરવું એ મન – મૂડને તો તાજગી પ્રદાન કરે છે, સાથોસાથ કેટલાય પ્રકારની બીમારીઓ પણ દૂર કરે છે. જેવી કે – હાર્ટ સ્ટડીના એક અધ્યયન અનુસાર, જે લોકો અધિક યાત્રા (સફર) કરે છે, એમનામાં હાર્ટ એટેક કે અન્ય બીમારીઓની શક્યતા ઓછી રહે છે. હરવા – ફરવાથી અલગ – અલગ વાતાવરણના સંપર્કમાં અવાય છે, જેથી મજૂબત એન્ટીબોડીઝનું નિર્માણ થાય છે. એનાથી ઇમ્યૂન સિસ્ટમ દ્દઢ બને છે.
– એક અધ્યયન અનુસાર ૩પ થી પ૦ વર્ષની વચ્ચેના લોકોએ વર્ષ દરમિયાન ત્રણ – ચારવાર નાની – મોટી ટુર પર ફરવા જવું જોઇએ. એનાથી શારીરિક અને માનસિક રીતે લાભ મળે છે.
માઇન્ડ બોડી સેન્ટરમાં થયેલા એક અધ્યયનનું માનો તો હિલ સ્ટેશને જવાથી રકત દબાણ અને મેદસ્વીતા ઘટે છે અને હાડકાં પણ મજબૂત બને છે.
– મસ્તકમાં રહેલું ન્યૂરલ પાથવેઝ નવી જગ્યાઓ અને વાતાવરણને જાવા – જાણવાથી પ્રભાવિત થાય છે. એનાથી મન – મગજની રચનાત્મક ક્ષમતા અને સક્રિયતા વધે છે.
– વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ સાબિત થયું છે કે સફરથી ખુશી અનુભવાય છે. યાત્રા પછીના કેટલાય દિવસો સુધી તમે ઓછા ચિંતિત અને સુંદર મૂડની સ્થિતિમાં રહી શકો છો.
-પ્રકૃતિ, બર્ફીલા સ્થળો, ધાર્મિક સ્થળો, મંત્રમુગ્ધકર વાતાવરણવાળી જગ્યાઓ પરની આબોહવામાં હીલિંગ પ્રોપર્ટીઝ પેદા થાય છે, જેનાથી દુઃખ દર્દ દૂર થવાની સાથોસાથ ઉંમર વધે છે.
ટિકિટ: “ માણસ પોતાની જરૂરિયાત સંતોષવા દુનિયાભરની સફરે નીકળે છે, અને તે શોધવા ઘરે પાછો ફરે છે…!” (ક્રમશઃ) sanjogpurti@gmail.com