(૧)ઘરજમાઈની ઘરવાળી ભાગી જાય તો તેને સસુરાલમાં રહેવા મળે કે નહી ?
જીગર આહીર (દાત્રાણા પાટણ)
પણ હવે ત્યાં પડ્‌યા રહેવાનો શું મતલબ?
(૨) તુમ કો દેખા તો યે ખયાલ આયા.. શું ખ્યાલ આવ્યો હશે?
દર્શન પટેલ (વડોદરા)
ચહેરા પર ખીલ વધી ગયા છે!
(૩)આપણે માણસ થવું જોઈએ કે માનવ થવું જોઈએ?
બાલુભાઈ કિકાણી (લીલિયા મોટા)
છીએ એ જ ઠીક છીએ. હવે કાઈ ફેરવતા નહી.
(૪)લોકો કેન્ડલ લાઈટ ડિનર શું કામ કરતા હશે?
રમાબેન પટેલ (અમદાવાદ)
અંધારું કરી ને જમીએ તો થાળીમાં જીવડા ન પડે અને અગાઉથી જ પડેલા હોય તો જમતી વખતે દેખાય નહી એ માટે!
(૫)લાખ રૂપિયાને પેટી તથા કરોડ રૂપિયાને ખોખું કેમ કહેવાય છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલ જિ.પંચમહાલ)
હજાર રૂપિયાનું પણ હારોહાર પૂછી લેવું હતું એટલે મને જવાબ આપવામાં સરળતા રહે.
(૬)દુશ્મન કરે દોસ્ત ને વો કામ કિયા હૈપ કયું કામ કર્યું હશે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
ટેરિફ વધારી દીધો એ.
(૭)આ દુનિયામાં સૌથી સુખી માણસ કોણ?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
મને તો તમે લાગો છો!
(૮)કોઈ સરકારી કર્મચારી લાંચ લેતા પકડાય તો તેને રંગે હાથ પકડાયો આવું કહેવાય. તો એ કેવા રંગનો હોય ?
ગીરીશ મકવાણા (કોડીનાર)
દાધારંગો!
(૯)કેટલા ’ટકા’ લોકો વાળ ઓળતા હશે?
સરદારખાન મલેક (મહેસાણા)
જેટલા ટકા અભણ લોકો આ કોલમ વાંચતા હશે એટલા ટકા.
(૧૦)જીવનમાં તડકો અને છાંયો કેમ આવે છે?
હરેશભાઇ મકનભાઈ કાવઠિયા (નવા ઉજળા)
છાંયો જાય છે એટલે તડકો આવે છે અને તડકો જાય એટલે છાંયો આવે છે.
(૧૧)ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ વધારી દીધો એમાં તમને કેટલી નુકસાની થશે?
રાજુ એન. જોષી ધરાઈ(બાલમુકુંદ)
મને તો ફાયદો જ છે. દર અઠવાડિયે ટેરિફ વિશેના એક બે સવાલ મળવા માંડ્‌યા!
(૧૨)”એનેય ખબર પડે કેટલા વિસે સો થાય” ને બદલે “કેટલા ત્રીસે દોઢસો થાય” એમ કહીએ તો ચાલે ?
કનુભાઈ પરમાર (દામનગર)
ચાલે.. ત્રીસ સુધીના ઘડીયા આવડી જાય પછી ચાલે.
(૧૩)આપ ખૂબ ખુશખુશાલ કેમ રહો છો ?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
ક્યાં જાવું?!
(૧૪)સાહેબ..! ધૂનમાં મંજીરા અને તબલાં કેમ વગાડાય છે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
ચાલુ ધૂને કોઈના મોબાઈલમાં રીંગ વાગે તો સંભળાય નહી એ માટે
(૧૫) ભવિષ્યવાણી કરનારા પોતાના ભવિષ્ય વિશે જાણતા હશે?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
હા એ જાણતાં જ હોય છે કે પોતાને બસો પાંચસો હા એ હા કરનારા મળી જ રહેશે.
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..