જીઈબી એન્જીનિયર્સ એસોસિએશન દ્વારા તા. ૧૬/૧૧/૨૦૨૫ના રોજ હોટલ લોર્ડઝ-અમરેલી ખાતે કૌશિકભાઈ વેકરીયા, મંત્રી ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો સત્કાર સમારંભ યોજવામાં આવેલ હતો. આ તકે સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા અને જનકભાઈ તળાવીયા વિશેષ ઉપસ્થિતિ રહેલ હતા. આ ઉપરાંત મેહુલભાઈ ધોરાજીયા, દિપકભાઈ વઘાસીયા, મૈલિકભાઈ ઉપાધ્યાય અને અનિલભાઈ વેકરીયા પણ હાજર રહેલ. કૌશિકભાઈ વેકરીયાએ જીઈબી એન્જીનિયર્સ એસોસિએશનની સોશિયલ એકટીવીટીને બિરદાવી હતી તેમજ ઈજનેરોના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે તત્પરતા સાથે કટીબધ્ધતા દાખવેલ તેમજ આયોજક ટીમને સફળ આયોજન બદલ અભિનંદન પાઠવેલ. જીબીઆ કોર કમિટીમાંથી ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ, કાર્યકારી અધ્યક્ષ બી.એમ. શાહ, ઈન્ચાર્જ સેક્રેટરી જનરલ એચ.જી. વઘાસીયા, એસ.ડી. પટેલ, જનરલ સેક્રેટરી ugvcl કે.બી. ચેધરી, જનરલ સેક્રેટરી dgvcl એ.બી. નાકરાણી અતિથિ વિશેષ તરીકે ખાસ હાજર રહેલ હતા.