અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અમલી બનાવાયેલા હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરનાર એક શખ્સ પોલીસની ઝપટે ચડી ગયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશોનું ઉલ્લંઘન કરી લાકડાનો ધોકો રાખવા બદલ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિગતો મુજબ, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામાથી સમગ્ર જિલ્લામાં હથિયારબંધી લાગુ કરવામાં આવી છે. આ જાહેરનામું અમલમાં હોવા છતાં, આરોપી પોતાના કબજામાં એક લાકડાનો ધોકો (કિંમત રૂ. ૧૦/-) રાખીને મળી આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.પોલીસે પ્રોહિબિશન અને જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી, મુદ્દામાલ જપ્ત કર્યો છે.










































