અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને ભારે નુકસાન થતા ખેડૂતો પાયમાલ બન્યા છે. કોંગ્રેસે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ કરી છે. જેના પર ભાજપના પ્રમુખ અતુલભાઈ કાનાણીએ કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરતી હોવાનું નિવેદન આપ્યું છે. ત્યારે આ અંગે કોંગ્રેસે જિલ્લા ભાજપ પ્રમુખ પર આકરા પ્રહારો કરી જણાવ્યું હતું કે, કોંગ્રેસે અગાઉ દેવા માફ કર્યા છે અને ભાજપે મહારાષ્ટ્રમાં દેવા માફ કરવાની જાહેરાત કરી હોવાનું જણાવી પ્રશ્ન ઉઠાવ્યો કે, જો મહારાષ્ટ્રમાં થઈ શકે તો ગુજરાતમાં શા માટે નહીં? કોંગ્રેસે કહ્યું કે ખેડૂતોની વેદના સમજવાને બદલે આવા નિવેદનો ઉચિત નથી, આનાથી ભાજપ પોતે જ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે.








































