અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકનાં બોર્ડ ઓફ ડીરેકટરની ચૂંટણની નહી કરતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવતા હાઈકોર્ટે વધુ સુનાવણી આજે શુક્રવારના રોજ રાખેલ છે. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બોર્ડ ડીરેકટરની અગાઉ ર૦ર૧માં ચૂટણી થઈ હતી. જેની મુદત આગામી ૧૪ માર્ચનાં રોજ પૂર્ણ થતી હોય ત્યારે ૯૦ દિવસ પહેલા ચુંટણી કરવા માટે દરખાસ્ત કરવાની હોઈશકે જેથી ગત તા.૧૦ ડીસેમ્બરના રોજ જિલ્લા રજીસ્ટારને ચૂંટણી કરવા માટે દરખાસ્ત મોકલવામાં આવી હતી. તા.પ જાન્યુઆરીના રોજ અમરેલી કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને ચૂંટણી કરવા સત્તા આપતો હૂકમ કરવામાં આવેલ હતો. જેમાં સરકાર દ્વારા આગળની કોઈ કાર્યવાહી ન થતા જિલ્લા બેંક દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવેલ હતી. આ બાબતની હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ રાજય સરકારના રજીસ્ટાર કો.ઓપરેટીવ મિતેષભાઈ પંડયા, કલેકટર વિકલ્પ ભારદ્વાજ પ્રાંત અધિકારી નાકીયા, જિલ્લા રજીસ્ટ્રાર સંદિપ અનિયાલીયા, મામલતદાર વરૂને હાઈકોર્ટે નોટીસ પાઠવી છે.