અમરેલીમાં જિલ્લા કક્ષાએ આયોજિત સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં સાવરકુંડલાની કે.કે. હાઇસ્કૂલના શિક્ષકોએ ઉત્તમ પ્રદર્શન કરીને શાળાનું નામ ઉજાગર કર્યું છે. લોકવાર્તા સ્પર્ધામાં આપાભાઈ માંજરીયાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, જ્યારે સુગમ સંગીત સ્પર્ધામાં તૃપ્તિબેન ભરાડે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શિક્ષકોની આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપાલ ચેતનભાઈ ગુજરીયાએ અભિનંદન પાઠવ્યા હતા. નૂતન કેળવણી મંડળના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.







































