અમરેલી જિલ્લામાં પોલીસની કડક કાર્યવાહી છતાં દારૂડીયાઓ ગમે ત્યાંથી દારૂની વ્યવસ્થા કરી ઝુમ બરાબર ઝુમ કરી રહ્યાં છે. આવા શરાબીઓ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં ૫ લોકો પાસેથી પોલીસે ૧૭ લીટર પીવાનો દેશી દારૂ જપ્ત કર્યો હતો. જાફરાબાદમાંથી ૨ લીટર, વંડા ગામેથી ૨ લીટર, બાઢડા ગામેથી ૮ લીટર, ધજડી ગામના પાટીયા પાસેથી ૫ લીટર તથા દોલતી ગામેથી ૨ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. નાગેશ્રીના ટીંબી ગામેથી ૪ સહિત જિલ્લામાંથી ૧૧ લોકો ટલ્લી થઈને ફરતા મળી આવ્યા હતા.







































