અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વિધર્મીઓ દ્વારા હિન્દુ યુવતીઓને ભગાડી જવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે આ બાબતે યુવતીઓના માતા-પિતાઓને સજાગ રહેવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ૧પ દિવસ પહેલા જ વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ સમાજની સગીર વયની દીકરીને ભગાડી ગયો હતો. જેથી આ બાબતે અમરેલીના હિન્દુ સંગઠનોએ દીકરીને યુવકના કબજામાંથી છોડાવી વાલીને સુપરત કરી હતી. આ કિસ્સો હિન્દુ સમાજ માટે આંખ ઉઘાડનારો છે. તેથી આવી ઘટનાઓને અટકાવવા આં.રા. હિન્દુ પરિષદે વાલીઓને અનુરોધ કરી જણાવ્યું છે કે, દીકરીઓને નાનપણથી જ સંસ્કાર આપી હિન્દુ ધર્મ વિશે સમજણ આપવી જાઇએ. દીકરીઓના મોબાઇલ અવારનવાર ચેક કરવા તેમજ કુટુંબમાં અવારનવાર યુવાન દીકરા-દીકરીઓની હાજરીમાં લવજેહાદ વિશે ચર્ચા કરવી જોઇએ. આ માટે વાલીઓને વિશેષ માર્ગદર્શન મેળવવું હોય તો આં.રા. હિન્દુ પરિષદ કાર્યાલય ડો. ગજેરા હોસ્પિટલ, ડો. જી.જે. ગજેરાનો સંપર્ક કરવો તેમજ આં.રા. હિન્દુ પરિષદના કાર્યકર્તાઓનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાશે.