અમરેલી જિલ્લામાંથી પોલીસે નશામાં વાહન ચલાવતાં ૧૩ ઈસમોને ઝડપી પાડ્યા હતા. ડુંગર, મોટા જીંજુ઼ડા, સાવરકુંડલા, મરીન પીપાવાવ, વિરડી, ટીંબી, હિંડોરણા, રાજુલા, જાફરાબાદમાંથી ૧૩ ઈસમો કેફી પીણું પીને વાહન ચલાવતાં મળી આવ્યા હતા. બગસરામાં રહેતો યુવક પોતાના હવાલાની ઈક્કો કાર ઉભી રાખી ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે મળી આવ્યો હતો.