અમરેલી જિલ્લામાં વિવિધ બનાવમાં કુલ ૫ લોકોનાં મોત થયા હતા. અમરેલીના રીકડીયા ગામની સીમમાં પતિ-પત્ની વચ્ચે કામ બાબતે રકઝક બાદ પતિએ ગળાફાંસો ખાધો હતો. આ અંગે મૂળ મધ્ય પ્રદેશના અને હાલ રીકડીયા ગામે વાડીએ રહેતા કાશીરામ માંગીલાલ જમરે (ઉ.વ.૩૨) એ જાહેર કર્યા મુજબ, નાનુરામ માંગીલાલ જમરે (ઉ.વ.૨૮) ને તેની પત્ની સાથે કામ બાબતે બોલાચાલી થઈ હતી. જેનું મનમા લાગી આવતા તેના શેઠની બીજી વાડીએ આવેલ લીમડાના ઝાડ સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઇ લેતા મરણ પામ્યો હતો. ધારીના ખીચા ગામે વાડીએ રહેતા નાનશીંગભાઇ દેવશીંગભાઇ મેડા (ઉ.વ.૨૨)એ જાહેર કર્યા મુજબ, સોનુબેન નાનશીંગભાઇ મેડાએ અગમ્ય કારણસર ઝેરી દવા પીધી હતી. જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. રાજુલાના ચાંચબંદરમાં રહેતા કાનજીભાઇ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૩)એ હાલ મોટા માચીયાળા ગામે રહેતા અને મૂળ ચાંચબંદરના મધુબેન કિશનભાઇ ગુજરીયાએ કોઇ અગમ્ય કારણસર પોતાની જાતે પોતાના ઝુપડામાં ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામ્યા હતા. ચાંચબંદરમાં રહેતા ચંપાબેન ખોડાભાઇ શિયાળ (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેમના મૃતક પતિ ખોડાભાઇ ઘેલાભાઇ શિયાળ (ઉ.વ.૩૯)ની આર્થિક સ્થિતિ ખૂબજ ખરાબ હતી. ઘણા સમયથી મજૂરી કામ મળતું ન હોવાથી ગળાફાંસો ખાઇ જતા મરણ પામ્યા હતા. અમરેલીમાં રહેતા કાળુભાઈ ભીખાભાઈ પરમાર (ઉ.વ.૫૦) એ જાહેર કર્યા મુજબ, વિલાસબેન કેશુભાઈ પરમાર (ઉ.વ ૪૦)નું હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું. બનાવના પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.