અમરેલી જિલ્લાના રોડ રસ્તા રક્તરંજિત થવાનો સિલસિલો શરૂ રહ્યો હતો. અકસ્માતના વધુ ત્રણ બનાવ નોંધાયા હતા. જેમાં એકનું મોત થયું હતું. બાબરાના વાવડા ગામે રહેતા વિપુલભાઇ વિઠ્ઠલભાઇ પરમાર (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, ડમ્પર ચાલકે વાગ્યે વાવડાથી કોટડાપીઠા વચ્ચે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે તેમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ પરમારના મોટર સાયકલને ટક્કર મારી હતી. જેમાં તેમને માથામાં હેમરેજ થયું હતું.
અકસ્માત સર્જી ચાલક ફરાર થઈ ગયો હતો. બીજા બનાવમાં ધારીમાં રહેતા સુરેશભાઇ કુરજીભાઇ સોલંકી (ઉ.વ.૩૫)એ જાહેર કર્યા મુજબ, તેના પિતા કુરજીભાઇ રાણાભાઇ સોલંકી (ઉ.વ-૬૫) ધારી માર્કેટ યાર્ડમા શાકભાજીના ખાલી કેરેટ મુકી ગેઇટની બહાર નીકળતા ધારી ગ્રામ પંચાયત તરફથી એક લીલા કલરની રીક્ષા ચાલકે પોતાની હવાલાની રીક્ષા બેફીકરાઇથી અને પુરપાટ ઝડપે તથા માણસની જીંદગી જોખમાઇ તે રીતે ચલાવી ટક્કર મારી હતી.
જેમાં તેમને માથાના ભાગે ટાંકા આવે તેવી તેમજ કપાળના ભાગે ઇજા થઈ હતી. અકસ્માત સર્જી ચાલક રીક્ષા લઇ નાસી છૂટ્યો હતો.