અમરેલી જિલ્લામાં વધુ બે સગીરાનું બદકામના ઈરાદે અપહરણ કરવામાં આવ્યું હતું. મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દેસવારીયા ગામના અને હાલ મોટા આંકડીયા ગામે વાડીએ રહેતા એક પુરુષે અજાણ્યા ઈસમ સામે તેમની સગીર પુત્રીને લગ્નની લાલચ આપી, ગંદુ કામ કરવાના ઈરાદે ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ઓ. કે. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.ધારીના ભાડેર ગામમાં રહેતા એક પુરુષે અજાણ્યા ઈસમ સામે તેમની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.