પાંચમી ટેસ્ટ મેચમાં ૨૫ રન બનાવીને, જા રૂટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાના ૬૦૦૦ રન પૂરા કર્યા છે. આ સાથે, તે ઉ્ઝ્ર માં ૬૦૦૦ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. તેના પહેલા કોઈ બેટ્સમેન ઉ્ઝ્ર માં આવું કરી શક્યો હતો. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે બીજા નંબરે છે. તેણે ડબ્લ્યુટીસીની ૫૫ મેચોમાં કુલ ૪૨૭૮ રન બનાવ્યા છે.
જા રૂટ પહેલાથી જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ડબ્લ્યુટીસીની અત્યાર સુધી ૬૯ મેચોમાં કુલ ૬૦૦૦ રન બનાવ્યા છે, જેમાં ૨૦ સદી અને ૨૨ અડધી સદી તેના બેટમાંથી આવી છે. આ દરમિયાન, ૨૬૨ રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે.
જા રૂટે ૨૦૧૨ માં નાગપુરના મેદાન પર ભારત સામે ઇંગ્લેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેની કારકિર્દીના શરૂઆતના કેટલાક વર્ષોમાં, તે સારું પ્રદર્શન કરી શક્યો ન હતો અને ટીમમાં અંદર-બહાર થતો રહ્યો. ત્યારબાદ વર્ષ ૨૦૨૦ થી, તેના પ્રદર્શનમાં ખૂબ જ સુધારો થયો છે અને તે ટોચના ટેસ્ટ બેટ્સમેનોમાંનો એક બની ગયો છે. છેલ્લા પાંચ વર્ષમાં, તેણે વિશ્વના દરેક ખૂણામાં રન બનાવ્યા છે અને વિરોધી ટીમ માટે દુઃસ્વપ્ન સાબિત થયો છે. તેણે અત્યાર સુધી ૧૫૮ ટેસ્ટ મેચોમાં કુલ ૧૩૪૫૯ રન બનાવ્યા છે, જેમાં ૩૮ સદી અને ૬૬ અડધી સદી તેના બેટમાંથી આવી છે. તે ઇંગ્લેન્ડના બેટિંગ ક્રમમાં એક મહત્વપૂર્ણ કડી છે.