ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ ૨૩ જુલાઈથી માન્ચેસ્ટરમાં રમાશે. આ મેચ પહેલા બંને ટીમોના કેપ્ટન પ્રેસ કોન્ફરન્સમાં આવ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે કંઈક એવું કહ્યું છે જે હાલમાં હેડલાઇન્સમાં છે. તેમણે સ્લેજિંગ અંગે આ નિવેદન આપ્યું છે. બેન સ્ટોક્સે સ્પષ્ટ કર્યું છે કે જા ટીમ ઈન્ડીયાના ખેલાડીઓ આ મેચમાં સ્લેજિંગ કરશે તો તેમની ટીમ પણ પાછળ નહીં હટે. ટેસ્ટ મેચ પહેલા તેમણે ટીમ ઈન્ડીયાને ખુલ્લી ચેતવણી આપી છે.
ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેમની ટીમ બુધવારથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની આક્રમકતાનો જવાબ આપવામાં શરમાશે નહીં. ઇંગ્લેન્ડ હાલમાં પાંચ મેચની શ્રેણીમાં ૨-૧થી આગળ છે. સ્ટોક્સે કહ્યું કે મને નથી લાગતું કે અમે ફક્ત મેદાન પર જઈને સ્લેજિંગ શરૂ કરીશું. મને નથી લાગતું કે તેમાંથી કોઈ પણ મેદાન પર આવું કંઈક કરવાનું વિચારી રહ્યું હશે. મને લાગે છે કે ટેસ્ટ શ્રેણીમાં હંમેશા એવો સમય આવે છે જ્યારે વાતાવરણ ગરમ થઈ જાય છે. આ એક મોટી શ્રેણી છે અને બંને ટીમો પર સારું પ્રદર્શન કરવાનું ઘણું દબાણ હોય છે.
સ્ટોક્સે આગળ કહ્યું કે જેમ મેં કહ્યું, અમે જાણી જાઈને મેદાન પર જઈને સ્લેજિંગ કરવાનો પ્રયાસ નહીં કરીએ, કારણ કે આનાથી મેદાન પર ખરેખર શું કરવાનું છે તેનાથી આપણું ધ્યાન ભટકશે. પરંતુ અમે કોઈપણ રીતે પાછળ હટવાના નથી અને કોઈપણ વિરોધી ટીમને અમારી સામે આક્રમક બનવા દેવાના નથી. સાચું કહું તો, મને લાગે છે કે મોટાભાગની ટીમો સાથે આવું જ છે. તેથી એવું નથી કે અમે એકમાત્ર ટીમ છીએ જે આવું કરે છે. પરંતુ આ શ્રેણી શાનદાર રહી છે. તે જાવાનં્ ખૂબ જ સારું રહ્યું છે. અત્યાર સુધીની ત્રણેય ટેસ્ટ પાંચ દિવસની રહી છે. ત્રણેય મેચ શાનદાર ક્રિકેટ રહી છે.