જિલ્લાના લાલપુર તાલુકાના જાગવડ ગામ ખાતે મોટેથી ન બોલવા બાબતે બોલાચાલી થતા મામલો હત્યા સુધી પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતેથી મળતી વિગતો અનુસાર રવિવારના રોજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જાગવડ ગામ ખાતે આવેલી સોનું ઇન્ફ્રારેડ લિમિટેડની લેબર કોલોનીની ઓરડી નંબર ૨૮ તેમજ ૨૯ પાસે રાત્રિના સમયે હત્યાનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જિલ્લાના વતની અને છેલ્લા કેટલાય સમયથી જામનગરના જાગવડ ખાતે રહેતા ૩૨ વર્ષીય દિલીપ શ્રીવાસ્તવની તેની સાથે જ કંપનીમાં કામ કરનારા આકાશકુમાર દીપકસિંહ, અવનિશ સુરેન્દ્રસિંહ નામના વ્યક્તિઓ દ્વારા માથાના ભાગે લાકડી તેમજ ગેસની નળી વડે માર મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

દિલીપકુમાર તેની ઓરડીની બાજુમાં રહેતા તેના ગામના મોહન ઠાકુરની સાથે જોર જોરથી વાતો કરતો હતો. તે દરમિયાન આકાશકુમાર અને તેનો મિત્ર અવિનાશ પણ ત્યાં બાજુમાં હતા. ત્યારે આકાશકુમાર તેના મોબાઇલ ફોનમાં કોઈ સાથે વાત કરતો હતો. ત્યારે મરણ જનાર દિલીપકુમારને જોર જોરથી નહીં બોલવાનું કહેતા દિલીપકુમારે આકાશકુમારને મોબાઈલ ફોનમાં દૂર જઈને વાતો કરવાનું કહેતા આકાશકુમાર એકદમથી ઉશ્કેરાઈ ગયો હતો. તેમજ આકાશકુમાર અને અવનિશ દ્વારા દિલીપને લાકડીથી તેમજ ગેસની નળી દ્વારા આડેધડ ઢીકા પાટુનો માર મારતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જેથી તાત્કાલિક અસરથી દિલીપકુમારને ૧૦૮ને જાણ કરતા ૧૦૮ની ટીમ દ્વારા દિલીપને મરણ ગયેલ જાહેર કર્યો હતો. તેમજ ત્યારબાદ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી.

સમગ્ર બનાવ અંગે મૃતકના ભાઈ રાજીવકુમાર શ્રીવાસ્તવ દ્વારા મેઘપર પડાણા પોલીસ સ્ટેશન ખાતે આકાશકુમાર અને અવનિશ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવતા પોલીસ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે.