જામનગરમાં રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની મુલાકાત બાદ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ એક્શન મોડમાં જાવા મળી રહ્યું છે. આજે વહેલી સવારે જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં કરોડોની કિંમતની સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે તાજેતરમાં જ જામનગરના સંવેદનશીલ વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્સથિતિની મીક્ષા કરી હતી. તેમની આ મુલાકાત બાદ જામનગર મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના આદેશથી એસ્ટેટ શાખાએ આક્રમક વલણ અપનાવ્યું છે.
બચુનગર વિસ્તારમાં મહાનગરપાલિકાની માલિકીની અંદાજે ૧૨,૦૦૦ ચોરસ મીટર જમીન પર ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર દબાણો પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં એક હીટાચી અને ત્રણ જેસીબી મશીનોની મદદથી વહેલી સવારથી જ તોડફોડ શરૂ કરીને પાલિકાની જગ્યામાં ગેરકાયદેસર રીતે બનેલા બે માળના જમાતખાના સહિતના અન્ય બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે. ખુલ્લી કરાવવામાં આવેલી આ જમીનની બજાર કિંમત અંદાજે રૂ. ૨ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે.
કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સિટી એ-ડિવિઝન પોલીસનો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. એસ્ટેટ શાખાના અધિકારી અનવર ગજણની રાહબરી હેઠળ ફાયર બ્રિગેડ અને પાલિકાના ૫૦ જેટલા કર્મચારીઓએ આ ઓપરેશન પાર પાડ્યું હતું. નિર્લિપ્ત રાયની કડક છાપને કારણે દબાણકર્તાઓ પણ વિરોધ કરવાની હિંમત કરી શક્્યા નહોતા.
જામનગરમાં હજુ પણ અનેક વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરે તેવી પૂરેપૂરી  શક્છેયતા છે.