જાફરાબાદ ગામે રહેતો એક યુવક ગંદકી બાબતે નગરપાલિકામાં રજૂઆત કરવા માટે જતા બે શખ્સોએ એકસંપ કરી યુવકને ગાળો આપી ઢોરમાર માર્યો હતો. જાફરાબાદના જલારામ સોસાયટી વિસ્તારમાં રહેતા સરમણભાઈ દાદુભાઇ બારૈયા નામનો યુવક પોતાના વિસ્તારમાં ગંદકી થતી હોય જેને લઇ જાફરાબાદ નગરપાલિકા ઓફિસે ગંદકી બાબતે રજૂઆત કરવા માટે જતા પ્રફુલ કરણ બારૈયા અને કમલેશ કરણ બારૈયા નામના બે શખ્સોએ એકસંપ કરી સરમણભાઈને ગાળો આપી ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સરમણભાઇએ આ બંને શખ્સો સામે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.