જાફરાબાદ પંથકમાં એક ચકચારભરી ઘટના હતી. યુવતીનો યુવકે બે વર્ષ પહેલા સંમતીથી નિર્વસ્ત્ર વીડિયો ઉતાર્યો હતો. બનાવ અંગે યુવતીએ વીડિયો વાયરલ કરનાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, વર્ષ ૨૦૨૩માં તેણે પોતાની સંમતીથી મૃતક કરણભાઈ વિનોદભાઈ બારૈયા દ્વારા તેના મોબાઇલમાં નિર્વસ્ત્ર વીડિયો ઉતાર્યો હતો. જે વીડિયો ૨૦ દિવસ પહેલા કોઇ વોટ્‌સએપમાં તેમની સંમતી વગર વાયરલ કર્યો હતો. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ડી. એસ. ઇશરાણી વધુ તપાસ કરી રહ્યા છે.