જાફરાબાદ તાલુકાના લોઠપુર, બાબરકોટ અને વાંઢ ગામોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બને તે હેતુથી અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા સીએસઆર કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓને અટકાવવામાં પણ સ્થાનિક તંત્રને પૂરતી સહાય મળી રહેશે.વાંઢ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા તથા શાળાના શૈક્ષણિક વાતાવરણની ગરિમા જળવાઈ રહે તે માટે સીસીટીવી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. આ કેમેરા લગાવવાના કારણે શાળા પરિસરમાં થતી તમામ પ્રવૃત્તિઓ અને લોકોની આવનજાવન પર સતત નજર રાખી શકાશે.