જાફરાબાદ તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીએ તાલુકાના તમામ ટીબી દર્દીઓને દત્તક લીધા છે અને તેમની સારવાર દરમિયાન દર મહિને પોષણયુક્ત કીટ પૂરી પાડવામાં આવી રહી છે. ટીબીની દવા સાથે પૂરતું પોષણ પણ ખૂબ જરૂરી હોવાથી કંપનીની આ કામગીરી દર્દીઓ માટે મહત્વની સાબિત થશે. આ કાર્યક્રમમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના લાલજી ગુજ્જર, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ટાંક, ડો. ભગીરથ, ડો. નકુમ, ડો. કુપેસ, હોમિયોપેથિક મેડિકલ ઓફિસર દિવ્યેશભાઈ અને તાલુકા સુપરવાઈઝર સંદીપભાઈ જોષી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જહેમત ઉઠાવી હતી.