જાફરાબાદના ટીંબી માર્કેટિંગ યાર્ડમાં ભારતીય જનતા પાર્ટીનું અભિવાદન સાથે નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. આ તકે યાર્ડના વિકાસ કામોની માહિતી ઉપસ્થિત લોકોને આપવામાં આવી હતી. ધારાસભ્ય હીરાભાઇ સોલંકીએ આ યાર્ડમાં વાવાઝોડાથી મોટું નુકસાન થયું હોવાની રજૂઆત સરકારમાં કરી હતી, જેના માટે સરકાર દ્વારા એક કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી. યાર્ડના ચેરમેન ચેતનભાઇ શિયાળ, રાજુલા યાર્ડના ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, અમરેલી જિલ્લા કારોબારી ચેરમેન કરસનભાઈ ભીલ, તાલુકા પંચાયત પ્રમુખ બાલાભાઈ કોટડીયા, તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ, માર્કેટિંગ યાર્ડના ઉપપ્રમુખ ગૌતમભાઈ વરુ, સેક્રેટરી મનુભાઈ વાંઝા, યોગેશભાઈ બારીયા તેમજ કનુભાઈ શરુ નાગેશ્રી તેમજ જાદવભાઈ સોલંકી તેમજ જાફરાબાદ તાલુકાના તમામ ગામના સરપંચો, ખેડૂતો, આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.










































